Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્પુતનિકના એક ડોઝ માટે ૧,૦૦૦ ચૂકવવા પડશે

રશિયન સ્પુતનિક કોવિડ-૧૯ વેક્સિનનો એક ડોઝ ભારતમાં લગભગ ૧,૦૦૦ રૂપિયામાં પડશે. ભારતમાં સ્પુતનિકની આયાત કરનારા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝએ આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે રસીને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીઝથી જરૂરી મંજૂરી મળી ગઈ છે. આ રસીને ડૉ. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્ટોક એક્સચેન્જોને આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ રસીના બે ડોઝ લગાવવાની જરૂર છે. કંપનીએ જણાવ્યું કે, આ વેક્સિનના બે ડોઝ લેવા માટે મહત્તમ છૂટક કિંમત ૯૪૮ રૂપિયા છે, જેના પર ૫ ટકા જીએસટી લાગશે. એટલે કે રસીનો એક ડોઝ લગભગ એક હજાર રૂપિયામાં પડશે. ડૉ. રેડ્ડીઝ લેબે આ વેક્સનની સોફ્ટ લૉન્ચિંગ કરતા શુક્રવારના હૈદરાબાદમાં એક વ્યક્તિને આનો પહેલો ડોઝ લગાવ્યો. આ રસીને ડૉ. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. રશિયાથી વેક્સિનનો જથ્થો ૧ મેના જ ભારત પહોંચી હતી. ડૉ. રેડ્ડી લેબે જણાવ્યું કે, આ રસીને ૧૩ મેના સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી, કસૌલીથી પણ મંજૂરી મળી ગઈ છે.
કંપનીએ જણાવ્યું કે, હજુ રસીનો વધુ જથ્થો આયાત કરવામાં આવશે, પરંતુ આગળ આને ભારતીય ભાગીદાર કંપનીઓ દ્વારા જ બનાવવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આગળ જ્યારે આ વેક્સિન ભારતમાં બનવા લાગશે તો આના ભાવ ઓછા થઈ શકે છે. કંપની ભારતમાં ૬ રસી બનાવનારી કંપનીઓથી આના ઉત્પાદન વિશે વાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નીતિ આયોગના એક સભ્યએ દાવો કર્યો છે કે આ વર્ષે ડિસેમ્બર સુધી દેશમાં કોવિડ-૧૯ના વેક્સિનના ૨૦૦ કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.

Related posts

बीजेपी का ‘पवार प्रभुत्व’ खत्म करने का सपना टूटा

aapnugujarat

पाक ने नहीं मांगी कोरोना वैक्सीन इसी लिए नहीं दिया : भारत

editor

કોંગ્રેસના બદલે ગઠબંધનને મત આપવા માયાનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1