Aapnu Gujarat
રમતગમત

આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત પ્રથમ સ્થાને

ટીમ ઇન્ડિયાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એન્યુલ અપડેટ પછી પણ ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટ કોહલીની ટીમ ૧૨૧ રેટિંગ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે. કેન વિલિયમ્સનની ન્યૂ ઝીલેન્ડ આ સૂચિમાં બીજા સ્થાને છે. તેમના ૧૨૦ રેટિંગ પોઈન્ટ્‌સ છે. ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી શ્રેણી જીત્યા પછી ભારતે ઇંગ્લેન્ડને ઘરઆંગણે ૩-૧થી માત આપી હતી. જ્યારે કિવિઝે પોતાની છેલ્લી બે શ્રેણીમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ બંનેને ૨-૦થી હરાવ્યું હતું. આઈસીસી એ રેટિંગ્સ જાહેર કરતા જણાવ્યું કે, આ લેટેસ્ટ અપડેટમાં ૨૦૧૭-૧૮ના રિઝલ્ટને એલિમિનેટ કરવામાં આવ્યા છે. અપડેટેડ રિઝલ્ટ્‌સમાં મે ૨૦૨૦થી રમાયેલી બધી મેચના ૧૦૦% રેટ અને એ પહેલાના બે વર્ષના ૫૦% રેટથી રેટિંગ પોઈન્ટ્‌સ તૈયાર થયા છે. ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી ગયું છે. તેઓ ૧૦૯ રેટિંગ પોઈન્ટ્‌સ સાથે કાંગારુંથી ૧ પોઇન્ટ આગળ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭-૧૮માં ઇંગ્લેન્ડ ૦-૪થી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, પરંતુ એ પરિણામ લેટેસ્ટ અપડેટમાંથી બાદ થતાં ઇંગ્લિશ ટીમને ફાયદો થયો છે. પાકિસ્તાન ૯૪ પોઈન્ટ્‌સ સાથે પાંચમા, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ૮૪ પોઈન્ટ્‌સ સાથે છઠ્ઠા સ્થાને છે. આવતા મહિનાની ૧૮ તારીખે સાઉથ હેમ્પટન ખાતે ઇન્ડિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. વર્લ્ડની ટોપ-૨ ટેસ્ટ વચ્ચે કોણ આ મહામુકાબલામાં બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.

Related posts

ભારત સામેની પ્રથમ બે વનડે મેચ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમનું એલાન

aapnugujarat

આઇપીએલમાં વિરાટ એક જ ટીમ સાથે ૧૧ વર્ષથી રમનાર એકમાત્ર ખેલાડી

aapnugujarat

पीकेएल : यू मुम्बा ने यूपी योद्धा को 39-36 से हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1