Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા સીટી પોલીસ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ.

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે,હાલ કોરોના મહમારીમાં લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હાલ કોરોનાએ માનવ સામે જંગ છેડી હોય તેમ લોકોને મહામારીના સકંજામાં લપેટી રહ્યો છે. આવા સમયે લોકો આર્થિક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા સમયે નાની મોટી રકમનું નુકસાન પણ પોસાય તેમ નથી. તેવા સમયે પણ “માનવતાં મહેક ક્યાંકને ક્યાંક” જોવા મળે છે. જેનુ ઉત્તમ ઉદાહરણ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પંકજભાઈ વાધેલા દ્વારા પુરુ પડ્યુ છે.

      સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરજ ભજાવતાં પંકજભાઈ વાઘેલા કોન્સ્ટેબલ છે જેઓને પોતાની ફરજ દરમિયાન એક મોંબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલ મૂળ માલિકને પરત કર્યો હતો.પોલીસ કર્મચારી દ્વારા મોબાઇલના મુળ માલિકને સંપર્ક કરીને મોબાઇલ પરત કર્યો હતો. આ આર્થિક મંદીમાં એક સેવા, સંસ્કારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પડ્યું હતું. સમગ્ર ધ્રાગધ્રા પોલીસ સ્ટેશનનું ગર્વથી વધે તેવુ કાર્ય કરાયુ હતુ.

Related posts

નર્મદામાં મધ્યપ્રદેશના ૧૧ શહેરના ગટરના પાણી : ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

aapnugujarat

મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી

aapnugujarat

गुजरात में बढ़े अपराध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1