Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના સંકટ : મોદી સરકાર નિષ્ફળ : સોનિયા

હાલ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સિસ્ટમ ફેલ નથી થઇ, મોદી સરકાર ફેલ થઇ છે. સોનિયા ગાંધીએ વચ્ર્યુઅલ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, પીએમ મોદી ચૂંટણી જીતવામાં વ્યસ્ત રહ્યાં, તમામ ચેતવણીઓને અવગણવામાં આવી. સોનિયા ગાંધીએ કોરોના સંકટ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માંગ કરી છે.
મનમોહન સિંહ, રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને લખવામાં આવેલા પત્રોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સરકારે તેની પર કોઇ સાર્થક પ્રતિક્રિયા આપી નથી. આ ‘સરકાર વિરુદ્ધ અમે’ની લડાઇ નથી, પરંતુ ‘આપણે વિરુદ્ધ કોરોના’ની લડાઇ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સ્થાયી સમિતિઓની બેઠકોની માંગ કરે છે. આ સંકટનો સામનો કરવા માટે સક્ષમ, શાંત અને વિઝનરી નેતૃત્વની જરૂર હોય છે.મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાને લીધે રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ આપણી માટે પોતાને એકઠા કરવા અને પોતાના લોકોની સેવામાં ફરી સમર્પિત કરવાનો સમય છે. વેક્સિન અંગે તેમણે કહ્યું કે, બજેટ ૨૦૨૧માં તમામને મફ્ત રસી માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવા છતાં મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસીની ખરીદી માટે રાજ્ય સરકારોને ભારે દબાણમાં રાખી.સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારની અસમાન રસીકરણ નીતિ લાખો દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગોની સાથે સાથે-સાથે ગરીબોને બહાર કરી દેશે. મોદી સરકારની નૈતિક જવાબદારી અને લોકો પ્રત્યેની તેની ફરજ જાેતાં આ બહુ જ ચોંકવનારું છે.

Related posts

કોંગ્રેસ દ્વારા હિમાચલ માટે પ્રચારકની યાદી જાહેર

aapnugujarat

મોદીએ કોચ અડવાણી ઉપર જ મુક્કેબાજી કરી છે : હરિયાણાના ભિવાનીમાં રાહુલ આક્રમક દેખાયા

aapnugujarat

मालदीव के दौरे पर रवाना हुए पीएम नरेंद्र मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1