Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું પરીક્ષણ

ભારતે આજે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું હતું. સવારે ૮.૪૨ વાગે રાજસ્થાનના પોખરણમાં પિન-પોઇન્ટ એક્યુરેસી સાથે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોખરણ ટેસ્ટ રેંજથી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિશાળી સુપર સોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ આશાવાદી દેખાયા હતા. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને સફળ પરીક્ષણ બદલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને અભિનંદન આપ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અગાઉ આનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે વખતે ઇન્ડિયન એરફોર્સના ફ્રન્ટ લાઇન સુખોઇ-૩૦ યુદ્ધવિમાનથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માક ૨.૮ના અવાજ કરતા ત્રણ ગણી વધુ ઝડપ તેની રહેલી છે. મેક ઇન ઇન્ડિયાની મોટી સિદ્ધિરુપે આને ગણવામાં આવે છે.
દુશ્મનની સરહદમાં ઘુસીને લક્ષ્ય તોડી પાડવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અવાજની ગતિથી આશરે ત્રણ ગણી વધુ તાકાત સાથે હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું અગાઉ પ્રથમ વખત સુખોઇ-૩૦ એમકેઆઈ ફાઇટર જેટથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફાઇટર જેટથી પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલના આ પરીક્ષણને ડેડલી કોમ્બિનેશન અથવા તો ઘાતક મિશ્રણ તરીકે ગણવામાં આવે છે. હવાથી જમીન ઉપર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલ દુશ્મન દેશમાં વધુ અસરકારકતા સાથે હુમલા કરી શકે છે. દુશ્મન દેશની સરહદમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ અન્ડરગ્રાઉન્ડ પરમાણુ બંકરો, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, દરિયાની ઉપર ઉડી રહેલા વિમાનોને સરળરીતે ટાર્ગેટ બનાવી શકે છે. છેલ્લા એક દશકમાં સેનાએ ૨૯૦ કિલોમીટરની રેંજમાં જમીન પર પ્રહાર કરનાર બ્રહ્મોસ મિસાઇલને પહેલાથી જ પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરી લીધી છે. બ્રહ્મોસ મિસાઇલ માટે ૨૭૧૫૦ કરોડ રૂપિયાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આના માટે સેના, નૌકા સેના અને ઇન્ડિયન એરફોર્સે પોતાની તાકાત દર્શાવી છે. જૂન ૨૦૧૬માં ભારતના ૩૪ દેશોના સંગઠન મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમનો હિસ્સો બની ગયા બાદ મિસાઇલની રેંજની ક્ષમતાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભારત આ સંગઠનમાં સામેલ થયા બાદ મિસાઇલની રેંજની મર્યાદા પણ હવે ખતમ થઇ ચુકી છે. આવી સ્થિતિમાં સશસ્ત્રદળો બ્રહ્મોસના ૪૫૦ કિલોમીટરની રેંજ સુધી પ્રહાર કરનાર વર્જનના પરીક્ષણની તૈયારી કરી છે. ભારત ૩૦૦ કિલોમીટરની રેંજવાળી મિસાઇલો તૈયાર કરવામાં સક્ષમ થશે.

Related posts

૧ મેથી ૧૮+ વેક્સિનેશન પર ગ્રહણ

editor

એપ્રિલમાં જ થશે મે મહિનાની ગરમીનો અનુભવ

aapnugujarat

કોંગ્રેસ માટે પરિવાર ફર્સ્ટ અને અમારા માટે રાષ્ટ્ર-વૈજ્ઞાનિક ફર્સ્ટ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1