Aapnu Gujarat
બ્લોગ

નાગરિકોને જીવવાનો અધિકાર છે તે રીતે મરવાનો પણ અધિકાર

સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા ‘મરણાસન્ન વ્યક્તિએ લખેલી ઇચ્છા મૃત્યુના વિલને કાયદેસર ગણાવ્યું છે.’ આ સાથે જ બંધારણની દ્રષ્ટીએ મૂળભૂત હકો પૈકી એક જીવન જીવવાનો હકની કલમ ૨૧ને લગતો આ મહત્વપૂર્ણ ચુકાદો સાબિત થશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘જેમ લોકોને સમ્માનથી જીવવાનો હક્ક છે તેમ સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે.
ગંભીર રોગથી પડાતી વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે ક્યારે પોતે અંતિમ શ્વાસ લેશે.’ ચીફ જસ્ટિસ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે ગત વર્ષે ૧૧ ઓક્ટોબરના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો.જ્યારે આજે જણાવશે કે શું કોઈની લિવિંગ વિલ એટલે કે ઇચ્છા મૃત્યુની માન્યતા આપવી જોઈએ કે નહીં.
ઉલ્લેખનીય છે કે એક એનજીઓ કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવેલ એક પીટીશનમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ ૨૧ અંતર્ગત જે રીતે નાગરીકોને જીવવાનો અધિકાર છે તે રીતે મરવાનો પણ અધિકાર છે. જે અંગે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે ઇચ્છા મૃત્યુની કોઈને અનુમતિ આપી શકાય નહીં. પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ મુજબ કોઈ મરણાસન્ન વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ દૂર કરી શકાય છે.
આ પહેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે કહ્યું હતું કે ‘શું કોઈને પોતાની મરજી વિરુદ્ધ આર્ટિફિશીયલ સપોર્ટ સિસ્ટમ પર જીવવા માટે મજબૂર કરી શકાય છે? જ્યારે સમ્માનથી જીવનનો અધિકાર છે તો કેમ પછી સમ્માનથી મરવાનો અધિકાર નથી? શું ઇચ્છા મૃત્યુ પણ મૌલિક અધિકાર છે? તો સુપ્રીમ કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે આજકાલ ઘણા પરીવારોમાં વૃદ્ધ વ્યક્તિઓને એક ભારરુપ ગણવામાં આવે છે. એવામાં ઇચ્છા મૃત્યુમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.’એનજીઓ કોમન કોઝે ૨૦૦૫માં આ મામલે અપીલ દાખલ કરી હતી, જેના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ‘ગંભીર બીમારી સામે લડતા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જોઈએ. કેમ કે આ માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ કહી શકે છે કે જો તેવી સ્થિતિમાં પહોંચી જાય જ્યાં જઈને તેના સારા થવાની શક્યતા ઓછી છે. ત્યારે આ ખૂબ મહત્વનું બની જાય છે.’ તો કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે કઈ રીતે નક્કી કરી શકાશે કે દર્દીની હેલ્થ સારી થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. ત્યારે એનજીઓ તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે તેવું ડોક્ટર નક્કી કરી શકવા સમર્થ છે. કેમ કે હાલમાં આવો કોઈ કાયદો ન હોવાથી ડોક્ટર ફરજીયાત વ્યક્તિને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખે છે.જો હેલ્થ સારી જ નથી થવાની તો પછી તેના શરીરને વધુ પ્રતાડીત કરવાનો હક્ક નથી. કેન્દ્રે આ મામલે જવાબ આપતા કહ્યું કે, ‘જુદી જુદી કમિટી દ્વારા અનેક પરિસ્થિતિઓમાં ઇચ્છા મૃત્યુને યોગ્ય ગણાવ્યું છે પરંતુ સરકાર આ મામલે સમર્થન નથી કરતી. આ એક રીતે આત્મહત્યા સમાન છે. આ મામલે સુનાવણી કરતી પાંચ જસ્ટિસવાળી બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ.એમ. ખામવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.’સારું જીવન મેળવવા માટે સૌથી મહત્ત્વની બાબત છે સ્વસ્થ શરીર. જ્યારે પણ આપણું શરીર નબળાઈ અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત થઈ જાય છે ત્યારે માણસને માત્ર નિરાશા અને હતાશા જ સાંપડે છે. રોગી વ્યક્તિ ખુદને અસહાય અનુભવે છે અને આવામાં તે પોતાના પરિવાર પર બોજ બની જાય છે. તમે દુનિયામાં અનેક એવા કિસ્સા સાંભળ્યા હશે જ્યા પરિવારજનોએ પોતાના કોઈ બીમાર સંબંધી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી હોય. શું તમે જાણો છો, ઈચ્છા મૃત્યુ કેમ માગવામાં આવે છે અને તે કોને આપી શકાય છે. તો ચાલો આજે જાણીએ તેના વિશે.જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય છે તો તેને દર્દમાઁથી મુક્તિ અપાવવા માટે જ્યારે દર્દીની ઈચ્છાથી આપવામાં આવેલ મૃત્યુ ઈચ્છા મૃ્‌ત્યુ કહેવાય છે. ઈચ્છા મૃત્યુને બે શ્રેણીમાં વહેંચવામાં આવી છે. એક સક્રિય અને બીજી નિષ્ક્રિય.આ ઈચ્છા મૃત્યુમાં બીમારીથી પીડિત વ્યક્તિના જીવનનો અંત, ડોક્ટરની સહાયતાથી ઝેરનું ઈન્જેક્શન આપવા જેવા પગલાથી લેવામાં આવે છે. ઈચ્છા મૃત્યુના આ રૂપને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ગુનો માનવામાં આવે છે. ભારતના કાયદા અનુસાર, આવી રીતે મૃત્યુ આપવું હત્યા કહેવાય છે. કેટલાક દેશોમાં આ રૂપને કાયદાની અનુમતિથી સક્રિય ઈચ્છા મૃત્યુ આપવાનુ કાયદામાં છે. એવો દેશો છે ફ્રાન્સ અને નેધરલેન્ડ.
આ ઈચ્છા મૃત્યુમાં મૃત્યુની રીત થોડી અલગ છે. જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડિત છે, અથવા તો તે લાંબા સમયથી કોમામાં છે, તો તેના સંબંધીઓની સહમતિથી ડોક્ટરો દ્વારા દર્દીના જીવનરક્ષક ઉપકરણ બંધ કરી દેવામાં આવે છે અને તેની મૃત્યુ થઈ જાય છે. તે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય છે.ભારતમાં ૭ માર્ચ, ૨૦૧૧ના રોજ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને અનુમતિ આપવામાં આવી હતી. આ નિર્ણય મુંબઈની નર્સ અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ તે માટે દાખલ કરાયેલી અરજી બાદ આપવામાં આવ્યું હતું. અરુણા શાનબાગ ૪૨ વર્ષ સુધી કોમામાં હતી. કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને પરમિશન આપી હતી, પરંતુ વર્ષ ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટના ૩ જજ દ્વારા તેને અસંગત બતાવી હતી. તેના બાદ આ કિસ્સો સંવિધાનિક પીઠની પાસે લંબિત હતો. પરંતુ આ બાદ જ અરુણાનું મૃત્યુ થયું હતું.જ્યારે સારવાર ન થઈ શકે તેવી બીમારીથી પીડિત વ્યક્તિ પોતાની મોત માટે અરજી કરે છે, તો તેને સક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે. પરંતુ જ્યારે અનેક દર્દીઓ કોમામાં હોય કે પછી ઈચ્છા મૃત્યુ માગવામાં અસમર્થ હોય તો તેના સંબંધીઓ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માટે અરજી દાખલ કરે છે. આવામાં તેને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે.દરેક માણસને જીવવાનો અધિકાર છે, દરેક માણસને મરવાનો અધિકાર છે?
મહાભારતમાં ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનો આશીર્વાદ હતો, જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૃત્યુ પામી શકે ! મૃત્યુ એ પામવાની વસ્તુ છે ? પામવું એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. પામવું એક ઉપલબ્ધિ છે. ’એ મૃત્યુ પામ્યા’ એમ કહેવું બરાબર છે પણ ’એ જીવન પામ્યા’ એવું કહેવાતું નથી. કદાચ મૃત્યુ એક લબ્ધિ છે, એક પ્રાપ્તિ છે, જીવન એવું નથી. પ્રાચીન ગ્રીક નાટ્યકાર સોફોક્લેસે લખ્યું : કોઈ મનુષ્યને એ સુખી હતો એમ કહેવું નહીં, એ મરી ન જાય ત્યાં સુધી ! ક્યારેક મરવાની ક્રિયા એટલી બધી લાંબી ચાલે છે કે જિંદગીભરનું બધું જ સુખ, બધી જ ખુશી નિચોવાઈ જાય છે. જૈનો પાસે સંથારો છે, શરીરની બધી જ પોષક ક્રિયાઓ બંધ કરવાની ધાર્મિક શક્તિ અને એ ’સ્લો સુઈસાઈડ’ દ્વારા શરીર ત્યાગ કરી શકાય છે. કેટલાક કહે છે, મરવાના કષ્ટનો, અસહ્ય વેદનાનો, અસાધ્ય રોગનો ઈલાજ શા માટે એ વ્યક્તિને જ ન સોંપી શકાય? મારે ક્યારે મરી જવું એ કોણ નક્કી કરશે, હું કે મારાં આપ્તજનો કે મારા ડૉક્ટર કે સમાજમાં હું જીવી રહ્યો છું એ સમાજ કે એક આધુનિક ઊભરતી આસ્થા જે મર્સી કિલિંગ કે લિગલાઈઝ્‌ડ યુથેનિઝિયામાં માને છે? યુરોપના નેધરલેન્ડઝમાં કાયદો પસાર થઈ ચૂક્યો છે. અસાધ્ય વ્યાધિ હોય તો બીમાર વ્યક્તિ સ્વયં પોતાનું મોત પસંદ કરી શકે છે.અમેરિકામાં ડૉ. જેફ કેવોકીએન નામના પેથોલોજિસ્ટે એક ભયંકર ચર્ચા છેડી દીધી છે.
સમાચારપત્રોએ આ માણસને ’ડૉ. ડેથ’નું લેબલ પણ લગાવી દીધું છે. આ ડૉ. ડેથ અથવા ડૉ. મૃત્યુ અસાધ્ય રોગોથી પીડિત સ્ત્રીપુરુષોને કષ્ટ વિના મરવામાં સહાય કરે છે. એણે કોઈ રોગીને માર્યો નથી પણ રોગીને પોતાને હાથે મરવામાં મદદ કરી છે, એટલે એ કાયદામાં ફસાતો નથી. એણે એક સુઈસાઈડ મશીન કે આત્મહત્યા યંત્ર પણ શોધ્યું છે, જેનાથી કષ્ટહીન મૃત્યુ પામી શકાય છે. હવે ડૉ. ડેથ ફક્ત કાબર્ન મોનોક્સાઈડ વાપરે છે, એક માસ્ક કે મુખૌટો હોય છે એ પહેરી લેવાનો, એક બંધ ક્લીપ હોય છે એ જરા દબાવીને ખોલી લેવાની, દર્દી બેહોશ થઈ જાય, મિનિટોમાં એનો દેહાંત થઈ જાય. અત્યંત અને અસહ્ય યંત્રણામાંથી, ટર્મિનલ અને અવશ્યાંત વ્યાધિમાંથી મુક્તિ મળી જાય છે.

Related posts

મકરસંક્રાતિ પર સ્નાન-દાનનું મહત્વ

aapnugujarat

चलिये, मानसूनी मौसम में “ममता चाय” की चुस्कियां लेते है, आमार बंग्ला..!

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1