Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓના ડેપ્યુટેશન ભથ્થામાં બે ગણો વધારો

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડેપ્યુટેશન ભથ્થા (ડીએ)માં બે ગણો વધારો કર્યો છે. પર્સોનલ મંત્રાલયે જારી કરેલા આદેશ પ્રમાણે કેન્દ્ર સરકારે ડીએ માસિક રૂ. ૨,૦૦૦થી વધારી રૂ. ૪,૫૦૦ કર્યું છે. સાતમાં નાણા પંચની ભલામણોને પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. આદેશમાં જણાવ્યા અનુસાર એ જ જગ્યાએ ડેપ્યુટેશન પર મુકાય તો ડીએ મૂળ વેતનના પાંચ ટકા હશે. આ રીતે મહત્તમ માસિક ડીએ રૂ. ૪,૫૦૦ સુધી પહોંચી જશે.
આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે અન્ય શહેરમાં ડેપ્યુટેશન પર મુકાશે તો ડીએ મૂળ વેતનના ૧૦ ટકા અથવા મહત્તમ રૂ. ૯,૦૦૦ હશે.
અલબત્ત મોંઘવારી ભથ્થું ૫૦ ટકા થતાં ડીએની મર્યાદામાં ૨૫ ટકાનો વધારો થશે. આમ મોંઘવારી ભથ્થું વધીને ૫૦ ટકા થતાં ડીએની મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાશે.અત્યાર સુધી એ જ સ્થાને ડેપ્યુટેશન પર મુકાતા ડીએ મૂળ પગારના પાંચ ટકા અને મહત્તમ રૂ. ૨,૦૦૦ મળતું હતું.

Related posts

ઉત્તર ભારતીયો પર હુમલા પાછળ કોંગ્રેસનો હાથ : ભાજપ

aapnugujarat

સરકારે ‘ટિકા ઉત્સવ’ મનાવ્યો પણ રસીના પુરતા ડોઝની વ્યવસ્થા ન કરી : પ્રિયંકા ગાંધી

editor

खराब मौसम के चलते एक दिन के लिए रोकी गई अमरनाथ यात्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1