Aapnu Gujarat
ગુજરાત

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ

રાજ્માં કોરોનાનાં કેસ રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેર મોટી ત્રાસદી લઇને આપણી સમક્ષ ઉભી છે. આજે સમયે એવા છે કે રોજ કોઇને કોઇ નેતા-અભિનેતાને કોરોના થઇ રહ્યો છે. આ વચ્ચે વધુ એક નેતા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે.
રાજ્યમાં સતત વકરતો કોરોના હવે મંત્રીઓને પણ છોડીને રહ્યો નથી. સામાન્ય માણસથી લઇને નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. ત્યારે હવે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, તેઓ ગઈકાલ સુધી હોમ આઈસોલેટ હતા પરંતુ મોડી રાત્રે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એક વાર ભયાનક સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિનપ્રતિદિન નવો રેકોર્ડ સર્જતો જાય છે. આવી જ સ્થિતિ ગુજરાતની પણ છે, જ્યા થોડા દિવસે પહેલા કોરોનાનાં દૈનિક ૫૦૦ થી પણ ઓછા કેસ સામે આવતા હતા તે હવે ૮ હજારથી પણ વધુ નોંધાઇ રહ્યા છે. હજુ આ વાયરસ કેટલા લોકોનો ભોગ લેશે તે હવે માત્ર જોવુ જ રહ્યુ છે.

Related posts

અમદાવાદમાં રસ્તા રીસરફેસ કરવાનું બજેટ ૧૫૦ કરોડ

aapnugujarat

ગાંધી જ્યંતિની ગુજરાતમાં શાનદાર ઉજવણી

aapnugujarat

યુવતીને વેચવાના કાવતરાનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1