Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મૃત્યુદંડ મધ્યયુગની પ્રથા, જે અયોગ્યઃ શિવસેનાને ગોપાલકૃષ્ણ ગાંધીનો જવાબ

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ યાકુબ મેમણને ફાંસી આપવાના વિરોધમાં એક કેમ્પેઇન ચલાવ્યું હતું, તેને લઇને શિવસેનાએ તેમના પર નિશાન સાધ્યું હતું, જેનો તેમણે વળતો જવાબ આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદમાટે નોમિનેશન ફાઇલ કર્યા પછી મીડિયા સાથે વાતચીત દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે, શિવસેનાએ જે કહ્યું તે તો તેમણે કહેવાનું જ હતું. તેમણે કહ્યું કે હું સામાન્ય નાગરિક છું. હું કોઈ પક્ષ સાથે સંકળાયેલો નથી. મૃત્યુદંડ એ મધ્યયુગની પ્રથા છે, જે અયોગ્ય છે.
મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે,હું એક સામાન્ય માણસ છું. હું કોઇ પક્ષ સાથે સંકળાયેલો નથી. મારા વિચારો મારા પોતાના છે.તેમણે કહ્યું,જનતા અને રાજકારણ વચ્ચે એક અંતર બની ગયું છે, હું તે અંતરને ઓછું કરવા માંગું છું. આપણે લોકો વિભાજનના સમયમાં જીવી રહ્યા છીએ અને આપણા ભવિષ્ય માટે ખતરાજનક છે.માત્ર રાજકારણ માટે જ નહીં પરંતુ દેશ માટે પણ તે જોખમરૂપ છે.શિવસેનાએ જે કહ્યું તે તો તેઓ કહેવાના જ હતા. હું માનું છું કે મૃત્યુદંડ એ મધ્યયુગીન પ્રથા છે અને તે અયોગ્ય છે. મારા વિચારો મહાત્મા ગાંધી અનો ડૉ. બાબાસાહેબ આંબેડકરથી પ્રેરિત છે. મહાત્મા ગાંધી મૃત્યુદંડના વિરોધમાં હતા અને ડૉ. આંબેડકરનું કહેવું હતું કે મૃત્યુદંડની પ્રથા સદંતર નાબૂદ થવી જોઇએ.હા મેં પાકિસ્તાનના વડાપ્રધાનને પણ ફોન કરીને કહ્યું હતું કે તેમણે કુલભૂષણ જાધવને ફાંસી ન આપવી જોઇએ.ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોપાલકૃષ્ણ ગાંધીને યુપીએના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે શિવસેનાએ કોંગ્રેસ પ્રમુથ સોનિયા ગાંધી અને ગોપાલ ગાંધી બંને પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવીને સંકીર્ણ વિચારધારા દર્શાવી છે.

Related posts

INS વિરાટ પર રજાઓ માણવા મામલે રાજીવ ગાંધીનાં બચાવમાં ઉતરી કોંગ્રેસ

aapnugujarat

હૈદરાબાદમાં પ્રેમીકાએ પ્રેમીને વીડિયો કોલ કરી લગાવી ફાંસી

aapnugujarat

મને મધ્યપ્રદેશમાં હસ્તક્ષેપ ન કરવા જણાવાયું હતું : દિગ્વિજય સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1