Aapnu Gujarat
ગુજરાત

વર્લ્ડ હેરિટેજ સીટી ફેસ્ટીવલ ઉજવવા અંગે નિર્ણય કરાયો

૮ જૂલાઈના રોજ અમદાવાદ શહેરને આપવામાં આવેલા હેરિટેજ સીટીના દરજ્જા બાદ આગામી ૧લી ઓગસ્ટથી ૧૪મી ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરમાં વલર્ડ હેરિટેજ સીટી ફેસ્ટીવલની ઉજવણી કરવા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે આજે મેયરના અધ્યક્ષસ્થાને મળેલી શહેરના પ્રબુધ્ધ નાગરિકોની હાજરીમાં મળેલી બેઠકમાં આ ઉજવણી ૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.૧લી ઓગસ્ટના રોજ શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વોકમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાય તેવી સંભાવના હોવાનું મેયરે કહ્યુુ છે.આ દિવસોમાં શહેરમાં પ્રવેશવાના તમામ સ્થળોએ અમદાવાદમાં ભલે પધાર્યા એ પ્રકારેના હોર્ડીંગ્સ મુકવામાં આવશે.આ ઉપરાંત રેલવે,એરપોર્ટ,એસ.ટી સ્ટેશન વગેરે જેવા સ્થળોએ હેરિટેજ ઉપર તૈયાર કરવામાં આવેલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે.હેરિટેજને લગતી ટેબ્લો દર્શાવવા ખાસ વાન દરેક વિસ્તારોમાં ફરશે.ખાસ સોવેનિયર મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરશે.આ ઉપરાંત સ્પેશીયલ પરપઝ વ્હીલ હેઠળ હેરિટેજ ટ્રસ્ટની રચના કરવામાં આવશે.શાળા કોલેજોમાં હેરિટેજ થીમ આધારીત ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમનો આરંભ અને સમાપન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

Related posts

ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી કરશે તો લાઇસન્સ રદ કરાશે

editor

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

aapnugujarat

हार्दिक पटेल अगले केशुभाई पटेल साबित होंगे : नई चर्चा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1