Aapnu Gujarat
ગુજરાત

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની ખાસ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લામાં ૫૮૫ નવા મતદારોના નામ ઉમેરવા તેમજ જરૂરી સુધારણા માટે ૭૦૯ જેટલી અરજીઓ રજુ થઇ

ભારતના ચૂંટણીપંચની સૂચના અન્વયે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગોની મતદાર યાદીઓની હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી દરમિયાન ગત તા. ૯ મી જુલાઇ-૨૦૧૭ ને રવિવારના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે આ કામગીરી ખાસ ઝુંબેશના રૂપમાં હાથ ધરાઇ હતી. જેમાં ફોર્મનં-૬ માં ૧-૧-૨૦૧૭ ની લાયકાતે ૨૮૯ પુરૂષ અને ૨૪૩ સ્ત્રી મળી કુલ-૫૩૨ નવા મતદારોના નામ ઉમેરવા માટેની અરજીઓ રજુ થઇ હતી. તેવીજ રીતે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મનં ૭ માં ૧૩૩ પુરૂષ અને ૧૧૪ સ્ત્રી સહિત કુલ ૨૪૭ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જયારે ફોર્મ નં-૮- ક માં એકજ વિધાનસભા મત વિસ્તારમાં અન્ય સ્થળે સ્થળાંતર થયેલા મતદારોમાં ૩૨ પુરુષ અને ૩૨ સ્ત્રી સહિત કુલ ૬૪ અરજીઓ રજુ થઇ હતી. તેમજ ફોર્મ નં-૮ માં નામ, અટક, સરનામું, ઉંમર, જન્મતારીખ, ફોટો વગેરે જેવી બાબતોમાં સુધારા-વધારા માટે ૧૭૮ પુરૂષ અને ૧૭૨ સ્ત્રી સહિત કુલ ૩૫૦ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આમ, નર્મદા જિલ્લામાં તા. ૯ મીની ખાસ ઝુંબેશમાં ઉપરોકત વિવિધ પ્રકારની કામગીરી માટે ૬૩૨ પુરૂષ અને ૫૬૧ સ્ત્રી મળી કુલ ૧૧૯૩ જેટલી અરજીઓ સ્વીકારાઇ હતી.

નર્મદા જિલ્લામાં ગત તા. ૧ લી જુલાઇથી તા. ૮ જુલાઇ ૨૦૧૭ સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કામગીરી અંતર્ગત વિવિધ પ્રકારની ઉકત કામગીરી માટે પુરૂષ ૪૯ અને સ્ત્રી ૫૨(બાવન) મળી કુલ ૧૦૧ જેટલી અરજીઓ પ્રાપ્ત થઇ હતી. આમ જિલ્લામાં તા. ૧ લી જુલાઇ ૨૦૧૭ થી તા. ૯ મી જુલાઇ ૨૦૧૭ ના દિનની ખાસ ઝુંબેશ સહિતના સમગ્ર  સમયગાળા દરમિયાન ફોર્મ નં-૬ માં કુલ ૫૮૫ નવા મતદારોની નોંધણી માટેની અરજીઓ રજુ થઇ હતી, જયારે ફોર્મ નં-૭ માં ૨૬૩, ફોર્મ નં-૮ માં ૩૭૩ અને ફોર્મ નં-૮ ક માં કુલ ૭૩ અરજીઓ સાથે તા. ૯ મી જુલાઇ સુધી ૬૮૧ પુરુષ અને ૬૧૩ સ્ત્રી સહિત કુલ ૧૨૯૪ જેટલી વિવિધ કામગીરી માટેની અરજીઓ જિલ્લા ચૂંટણી તંત્રને પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે તા. ૯ મી જુલાઇના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ  હેઠળ જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરીનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી.મોડીયાએ, તિલકવાડા તાલુકાના મતદાર કેન્દ્રો ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જયારે જિલ્લાના બન્ને વિધાનસભા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓશ્રી ધવલ પંડયા અને શ્રી ડી.એન.ચૌધરી તેમજ સંબંધિત તાલુકાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓએ પણ તેમના વિસ્તારમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

Related posts

ભાડજ પાસે ટ્રક સાથે કાર ટકરાતાં આગ લાગી : ત્રણ યુવકો ભડથું

aapnugujarat

સુરતનાં ઈસ્કોન મંદિરની રથયાત્રામાં ૧૦ ટન પ્રસાદનું વિતરણ થશે

aapnugujarat

સુરતમાં હાઇપ્રોફાઇલ હુક્કાબાર પર દરોડા, કોલેજીયન યુવતી સહિત ૩૯ ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1