Aapnu Gujarat
મનોરંજન

મુબારકા ફિલ્મને લઇ અથિયા ભારે મહેનત કરે છે

અથિયા હવે નવી ફિલ્મ મુબારકાને લઇને વ્યસ્ત છે. નવી મુબારકા ફિલ્મના ગીતો હવે સુપરહિટ થઇ રહ્યા છે. આ ફિલ્મ માટે તે ખુબ મહેનત કરી રહી છે. અનીસ બાઝમીની ફિલ્મ હાથ લાગ્યા બાદ તે આશાવાદી બનેેલી છે. સલમાન ખાનની હોમ પ્રોડક્શનની ફિલ્મ હિરો સાથે બોલિવુડ કેરિયરની વર્ષ ૨૦૧૫માં શરૂઆત કરનાર અથિયા હવે નવી ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે સજ્જ છે. ફિલ્મમાં અનિલ કપુર અને અર્જૂન કપુર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં કાકા ભત્રીજાની મુખ્ય ભૂમિકાને લઇને અથિયા પણ ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે અનીસ અને અનિલ કપુર કોમેડી માટે જાણીતા રહ્યા છે. તેનુ કહેવુ છે કે અનિલ કપુર જેવા સ્ટાર સાથે કામ કરવાની તક મળ્યા બાદ તે ભારે ખુશ છે. ૨૪ વર્ષીય અથિયા અનિલ કપુરની એનર્જીને લઇને ભારે આશ્ચર્યચકિત છે. અનિલ કપુરની પ્રશંસા કરતા અથિયા કહે છે કે તેમની ફિલ્મો આજે પણ લોકો જોવા માટે ઉમટી પડે છે. અનિલ કપુર બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર પૈકી એક તરીકે છે. અર્જૂન કપુર સાથે કામ કરવાને લઇને પુછવામાં આવતા આથિયાએ કહ્યુ છે કે તે હાલમાં આ સંબંધમાં કોઇ વાત કરવા માટે તૈયાર નથી. ફિલ્મના અનુભવ ફિલ્મના શુટિંગ બાદ જ કહી શકાશે. તેનુ કહેવુ છે કે કોઇ પણ ક્ષેત્રમાં ધીરજ ખુબ મહત્વપૂર્ણ છે. મુબારકા ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે.
આ ફિલ્મને પહેલી તકે પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. લોકપ્રિય અનીસ બાઝમી અને અનિલ કપુરની સાથે કામ કરીને તે ગર્વ અનુભવ કરી રહી છે. અથિયાની પ્રથમ ફિલ્મ હિરો હતી. જેમાં તેની સાથે સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ સુપરહિટ થઇ ન હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ રહી હતી.

Related posts

સંજય લીલા ભણસાલીનું માથું કાપી લાવનારને ૫ કરોડના ઇનામની જાહેરાત!

aapnugujarat

थिएटर हमेशा अनापेक्षित को सामने लाता है : शिल्पा

editor

शाहिद संग रोमांटिक होने में कोई मेहनत नहीं करनी पड़ी : कियारा अडवाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1