Aapnu Gujarat
બિઝનેસ

માર્કેટ કેપની દૃષ્ટિથી રિલાયન્સે ટીસીએસને પાછળ રાખી દીધી

આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં જોવા મળેલા સુધારાની ચાલના પગલે રિલાયન્સ કંપની માર્કેટ કેપિટલાઈઝેશનના દૃષ્ટિકોણથી નંબર વન બની ગયેલી જોવા મળી છે.  ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપનીના શેરમાં આજે શરૂઆતે ૦.૩૩ ટકાનો સુધારો જોવાઇ આ કંપનીનો શેર રૂ. ૧,૪૪૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. જેના પગલે તેની માર્કેટ કેપમાં પણ સુધારાની ચાલ નોંધાઇ છે. દરમિયાન ટીસીએસ કંપની માર્કેટ કેપના દૃષ્ટિકોણથી બીજા નંબરે જોવા મળી છે.  આ કંપનીની શરૂઆતે માર્કેટ કેપ ૪,૬૨,૭૨૮ કરોડની જોવા મળી હતી, જ્યારે એચડીએફસી બેન્કની માર્કેટ કેપ ૪,૧૮,૭૭૧ કરોડની હતી. માર્કેટ કેપના દૃષ્ટિકોણથી ઇન્ફોસિસ કંપની આઠમા નંબરે પહોંચી ગઇ છે. આ કંપની માર્કેટ કપ ૨,૧૭,૪૧૯ કરોડની જોવા મળી છે, જ્યારે સેન્સેક્સની અગ્રણી ૧૦ કંપનીની માર્કેટ કેપમાં કોટક મહિન્દ્રા છેલ્લા નંબરે જોવા મળી હતી. તેની માર્કેટ કેપ ૧,૭૫,૨૧૦ કરોડ હતી.

Related posts

AIR INDIA EXPRESS ના ઘણા કર્મચારીઓ બીમાર પડ્યા, 70 થી વધુ ફ્લાઇટ્સ રદ

aapnugujarat

એટીએમ મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

aapnugujarat

ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવશે

editor

Leave a Comment

UA-96247877-1