Aapnu Gujarat
ગુજરાત

સોમનાથમા મહાશિવરાત્રી ને લઈને તડામાર તૈયારીઓ શરુ

સોમનાથથી અમારા સંવાદદાતા મહેન્દ્ર ટાંક જણાવે છે કે, આ વર્ષે કોરોના ની વૈશ્વિક મહામારી ચાલુ હોય જેના ભાગરૂપે લોકો ટોળા એકઠા ના થયા તે માટે કોરોના ની ગાઇડલાઇન અનુસાર બાર જયોતિર્લિંગો માનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ની ઉજવણી સાદાઈથી તેમજ પરંપરાગત ની જાણાવણી સાથે તા 11 માર્ચ ના રોજ શિવરાત્રી યોજાશે સોમનાથ મહાદેવ મંદિર તા 11 માર્ચ ના રોજ સવારે ચાર વાગ્યે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે છે એ તા 12 માર્ચન રાત્રી ના 10 વાગ્ય સુધી સતત 42 કલાક ખુલ્લુ રહે છે આ દિવસે સોમનાથ મહાદેવ ની મહાઆરતી ચારપ્રહાર ની તેમજ મહાપૂજા કરવામાં આવે છે આ સાથે આ વર્ષે પરંપરાગત નિકળતી પાલખીયાત્રા નહી યોજાયા આ વર્ષે જેઓ ને સાંસ્કૃતિક કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં હોલમાં યોજાવામા આવનાર છે તો આ પર્વ ના અનુસંધાને શિવકાથા પણ હોલમાં યોજાશે મહાશિવરાત્રી ના દિવસે યાત્રિકો માટે દાતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ચાર જેટલી જગ્યા રાખવામાં આવેલ છે જે ચોપાટી મેદાનમાં જગ્યા ફાળવવામાં આવી છે આ વર્ષે શિવરાત્રી ના દિવસે મહિલાઓ નિર્માણ કરાયેલ હસ્તકલા ઉત્પાદન નુ વેચાણ માટે સ્ટોલ રાખવામાં આવેલ છે હાલમાં સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

સોમનાથ સુરક્ષા ના ડી વાય એસ પી એમ ડી ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી ના દિવસે બંન્દોબસ્ત મા 1 ડી. વાય. એસ પી, 1 પી એસ આઇ, 45 પોલીસ જવાનો, 90 જી આર ડી જેમાં 40 મહિલા અને 50 જેન્ટસ તેમજ એસ આર પી ની એક કંપની આ ઉપરાંત વધુ 3 પી એસ આઇ, 30 પોલીસ જવાનો જેમાં 10 મહિલા અને 20 જેન્ટસ નો પોલીસ બંદોબસ્ત કાર્યરત રહે છે

Related posts

અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા દ્વારા સન્માન સમારોહ યોજાશે

aapnugujarat

ભલાણા ગામની કેનાલમાં બે બહેનપણીઓએ જીવન ટૂંકાવ્યુંં

editor

ગણપતિ બનાવનાર મૂર્તિકારોની હાલત કફોડી

editor

Leave a Comment

UA-96247877-1