Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં કોવિડ વેક્સિનેશન માટેની પાંચ સ્થળોએ યોજાયેલ ડ્રાયરન સફળ

સમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યુ છે. કોરોના વેક્સીન જનસમાન્ય સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુઆયોજિત કામ થઇ રહ્યું છે.મહેસાણા જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ ડ્રાય રન એટલે કે વેક્સિન કામગીરીની ડ્રાયરન – મોકડ્રીલ યોજાઇ હતી. મહેસાણા જિલ્લામાં વિવિધ પાંચ સ્થળો જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંચ, સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા, તાલુકા પ્રાથમિક કુમાર શાળા નં-૧ હૈદરી ચોક, અને પ્રાથમિક કુમાર શાળા ખેરવા આજે ડ્રાય રન એટલે કે વેક્સિનેસન કામગીરીનો પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં યોજાયેલ વિવિધ પાંચ સ્થળોએ ડ્રાયરનમાં ૧૨૫ આરોગ્ય કર્મીઓને રસી આપવાની મોકડ્રીલ કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં ખેરવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને લીંચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહી ડ્રાયરનનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા વિવિધ સ્થળોએ ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેકસીનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણયશક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યાં હતાં. મહેસાણા જિલ્લામાં અંદાજીત ૦૪.૮૫ લાખ લોકોને પ્રથમ ચરણમાં રસી આપવાનું આયોજન કરાયું છે જેમાં આશરે ૧૫ હજાર આરોગ્ય કર્મીઓ ખાનગી અને સરકારી, ૧૪ હજાર ફ્રન્ટલાઇન વર્કરો, ૦૪.૪૧ લાખ ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓ અને ૧૧ હજાર ૫૦ વર્ષથી નીચે પણ હયાત રોગથી પીડાતી વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવેલ છે જેઓને પ્રથમ તબક્કામાં તબક્કાવાર રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. મહેસાણા જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ સહિત આરોગ્યના અધિકારીઓ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા સમગ્ર ડ્રાય રનનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.


(વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

ગેસ ચેમ્બરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર લોકોના મોત

aapnugujarat

શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા માટે ૪૮ સ્થળો ઓળખી કઢાયા

aapnugujarat

નવરંગપુરા પાર્કિંગમાં એક વાહન પાર્ક કરી શકાયું નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1