Aapnu Gujarat
ગુજરાત

વિસનગર ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાર્યાલયનો શુભારંભ

ઘણાં વર્ષોથી વિવાદિત રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે દ્વારા આપવામાં આવેલા આખરી ઐતિહાસિક ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા લાખો હિન્દુઓના શ્રધ્ધાના પ્રતિક સમા રામ મંદિરનું નિર્માણ કાર્ય આરંભી દેવામાં આવ્યું છે જે અંતર્ગત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંતો, મહંતોની હાજરીમાં રામ મંદિરનો શિલાન્યાસ પણ ટૂંક સમય પહેલાં કરવામાં આવ્યો હતો. હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિર નિર્માણ માટે લોકો સ્વયંભૂ રીતે તન,મન,ધનથી સહયોગ આપી રહ્યા છે ત્યારે રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા મંદિર નિર્માણમાં હિન્દુસ્તાનના પ્રત્યેક નાગરિકોનું યોગદાન મળી રહે અને મંદિર નિર્માણ માટે સુચારુ આયોજનના ભાગરૂપે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે જે પૈકી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં વિસનગરને જીલ્લા એકમ ગણી તા.૪.૧.૨૦૨૧ને સોમવારે સવારે ૮ઃ૪૫ કલાકે વિસનગરના આઈ.ટી.આઇ. ચાર રસ્તા પાસે આવેલા અમૃત પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજકો દ્વારા ભગવાન શ્રી રામની છબી સમક્ષ યજ્ઞ પૂજા તેમજ આરતી કરી કાર્યક્મની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિસનગરના જાણીતા ડૉક્ટર અને વિસનગર જીલ્લા એકમના અધ્યક્ષ ડૉ અરૂણભાઈ રાજપૂતે સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સંગઠન મંત્રી રાજેશ પટેલે સમગ્ર અભિયાનની માહિતી આપી હતી. શ્રી જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અંતર્ગત મકરસંક્રાંતિથી માઘ પૂર્ણિમા એટલે કે તારીખ ૧૫મી જાન્યુઆરી થી ૨૭મી ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ૫ લાખ ૨૫ હજાર ગામોમાં ૧૩ કરોડ પરિવારને આ અભિયાનમાં જોડવામાં આવશે જે અનુસાર વિસનગર જીલ્લા મંડલમાં ૧૩૦ ગામના ૧ લાખ ૩૦ હજાર પરિવારો જોડવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત સંત સંમેલનો, મહિલા સંમેલનો, સદભાવ બેઠકો ઉપરાંત ધાર્મિક સામાજિક તેમજ સહકારી સંસ્થાઓ ના સહયોગથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત શ્રી પરમહંસ આશ્રમ કડાના મહંતશ્રી ગુરુ બાપા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ઉંઝા ધારાસભ્ય આશા પટેલ, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, વિસનગરના ભામાશા અને ભારતીય જનતા પાર્ટી જીલ્લા ઉપપ્રમુખ રાજુ પટેલ (આર કે જ્વેલર્સ), ભારતીય જનતા પાર્ટીના વિસનગર તાલુકા પ્રમુખ સતિષ પટેલ, મહામંત્રી મહેશ પટેલ, કોંગ્રેસ પાર્ટીના વિસનગર શહેર પ્રમુખ મનુજી ઠાકોર તેમજ વિસનગરની વિવિધ સામાજિક રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમર્પણ નિધિ અંતર્ગત પોતાનું યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં રામ મંદિર નિર્માણ કાર્યમાં યોગદાન આપનાર કાર સેવકોનું ભગવાન શ્રી રામની છબી અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જીલ્લા સંઘ સંચાલક દિલિપ ચૌધરી, વિસનગર અભિયાન પ્રમુખ ગણેશ ચૌધરી, સહ પ્રમુખ બ્રિજેશ પટેલ, સંયોજક અજીત બારોટ, કૃણાલ સુતરીયા તેમજ આર.એસ.એસ., વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા સફળ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

મહેસાણામાં બટાટાની સારી ખેતી

editor

निर्वाचल आयोग ने आश्वासन दिया : सुची में नाम शामिल करने के फार्म १७ तक स्वीकार

aapnugujarat

रथयात्रा को लेकर अधिकारियों को खास जिम्मेदारी सौंपी गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1