Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ એસટી ડેપોની ઘોર બેદરકારી : સીસીટીવી ૩ માસથી બંધ

વડોદરા જીલ્લાના સૌથી મોટા તાલુકાનું બિરુદ હાંસલ કરનાર ડભોઈ ડેપોમાં રોજના હજારો મુસાફરો એસ.ટી બસમાં મુસાફરી માટે આવન જાવન કરતા હોય છે. ડેપોમાં મુસાફરોની ભીડને લીધે છાશવારે ખિસ્સાકાતરૂઓ, ચીલઝડપના, બનાવો અને પાકીટ મારીને લઈ ડેપોની બહાર આવેલ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓની મોટી જવાબદારી પણ બનતી હોય છે. જોકે ડેપોમાં થતી ગુુનાખોરીના ગુનેગારો ઝડપાતા ન હોય એસ.ટી. ડેપોની બહાર પોલીસના કેમેરા અને એસ.ટી. પરીસરમાં ડેપોના સી.સી.ટી.વી. કેમેરા કાર્યરત કરાયા છે. ડેપોના કેમેરા પાછલા ૩ માસથી શોર્ટસર્કિટને કારણે બંધ થઈ ગયેલા છે. ડેપો મેનેજર દ્વારા લેખિત ફરિયાદો કરવા છતાં તેનો નિવેડો આવેલ નથી. ડભોઇ એસ.ટી. ડેપોમાં મુસાફરોની ભીડનો લાભ લઈ ઘણીવાર પાકીટમારી અને ચીલઝડપ તેમજ અછોડાતોડીના બનાવો બનવા પામ્યા છે. એસ.ટી. ડેપોમાં મુસાફરોની સલામતી અને કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તીસરી આંખ સમાન કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવ્યાં હતાં પરંતુ પાછલા ૩ માસ પર શોર્ટસર્કિટને કારણે કેમેરાનું વાયરીંગ બળી જતાં ડેપોના તમામ કેમેરા સુરદાસ બની જવા પામ્યા હતા. જોકે ડેપો મેનેજર વિક્રમસિંહ લાકોડ દ્વારા ઉપલી કચેરીએ સી.સી.ટી.વી. કેમેરાની જવાબદારીનું કામ સંભાળતા ઈ.ડી.પી. વિભાગને પણ લેખિતમાં જાણ કરી હોવા છતાં ઉપલી કચેરીએથી કોઈ રસ દાખવેલ ન હોય ડેપોના સી.સી.ટી.વી. કેમેરા અંધકારમાં જ ગરક થઈ ગયા છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો ગુન્હાનો ભેદ ઉકેલવામાં મુશ્કેલીઓ સર્જાશે એ નક્કી મુસાફરોની સલામતી માટે મહત્વનું સાધન ગણાતા સી.સી.ટી.વી. કેમેરા વહેલી તકે ચાલુ થાય તે જરૂરી બની ગયું છે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

दोनो आतंकवादियों के साथ एटीएस टीम द्वारा जांच शुरू

aapnugujarat

સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અનુસુચિત જાતિની મંડળીઓ અને વ્યવસાયિકો માટે ખાસ સેમિનાર યોજાશે

aapnugujarat

જીએસટીની જોગવાઈઓથી લઘુ-મધ્યમ ઉદ્યોગોનો મૃત્યુઘંટ વાગે તેવી દહેશત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1