Aapnu Gujarat
ગુજરાત

સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અનુસુચિત જાતિની મંડળીઓ અને વ્યવસાયિકો માટે ખાસ સેમિનાર યોજાશે

આજના આધુનિક જમાનામાં ચર્મ ઉઘોગના તકનિકિકરણ, તેની વિવિધ બાય પ્રોડકટસ, તેના ગ્રાહક બજારનો અને આ અંગેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ ચર્મ ઉઘોગમાં સંકળાયેલ અનુસુચિત જાતિની મંડળીઓ / વ્યવસાયીકોને મળે તે હેતુ અનુસુચિત જાતિ – જનજાતિ કલ્યાણ વિભાગની સંસદિય સમિતિના અધ્યક્ષ અને અમદાવાદ પશ્ચિમના સંસદસભ્યશ્રી ડૉ. કિરિટભાઇ સોલંકીની અધ્યક્ષતામાં સેંટ્રલ લેધર રીસર્ચ ઇંસ્ટીટ્યુટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના સંલગ્ન અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર આયોજન હેઠળ છે જેમાં જોડાવા માંગતા લોકો ૨૦-૦૭-૨૦૧૭ પહેલા તેઓની વિગતો તેમના લેટરપેડ પર શ્રી અરુણભાઈ મોહનભાઈ સાધુ, મોટી સરા, પાટણ – ૩૮૪૨૬૫ સરનામે ટપાલ કરે. વધુ માહિતિ માટે ફોન નંબર +૯૧૯૬૩૮૨૪૦૫૭૩ પર સંપર્ક કરવો.

Related posts

દેશમાં દર દસ મિનિટે નવ સાઇબર ક્રાઇમ નોંધાય છે

aapnugujarat

સમાજ કલ્યાણ વિભાગની ૧૩ યોજના ઓનલાઈન કરાઈ

aapnugujarat

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1