Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ નગર પાલિકા નગરની સ્વચ્છતાનું ક્યારે વિચારશે ?

ડભોઈ નગરપાલિકાની નફટાઈભરી બેદરકારી અને આળસી કર્મચારી તથા કોર્પોરેટરોની અણ આવડતના ભોગે વોર્ડ નં-૫માં વકીલના બંગલા પાસે આવેલ શમશાદ બોજ ના ઘરની પાછળની ગલીમાં ૧૫ – ૨૦ દિવસથી ઉભરાતી ગટરને લઈ સ્થાનિકો પરેશાન થાય છે. ગટર એટલી હદે ઉભરાય છે કે સ્થાનિકોનું બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકો દ્વારા પાંચ થી છ વખત રજૂઆતો અને ફરિયાદ કરાતા પણ નગરપાલિકાના બની બેઠેલા સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો લટાર મારવાની પણ તસ્દી લેતા નથી. નગરપાલિકાનો ફરિયાદ લેન્ડલાઈન ટેલિફોન નંબર પણ મુંગુ મતાર બંધ પડેલ હાલતમાં હોઈ ફરિયાદ કોને કરવી અને રૂબરૂ જતા ફરિયાદ કરાતાં વહીવટદારો દ્વારા કાલે આવશે, વરધીમાં ગયા છે તેવી લોલીપોપ આપી જનતાને તોછડા અને અણધાર્યા જવાબ મળે છે તેવા આક્ષેપો નગરપાલિકા સામે સ્થાનિકો દ્વારા ઉઠવા પામ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ ગટરમાં ખાલી દેખાવ ખાતર આવી સળિયા મારી જતા રહેતા પાછી એ જ સ્થિતિ ઉભી થતા સ્થાનિકો દ્વારા કાયમી નિકાલ લાવવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

aapnugujarat

करोड़ो की धोखाधड़ी करने वाले गैंग गिरफ्तार

aapnugujarat

AIR VICE MARSHAL OP TIWARI VSM COMMODORE COMMANDANT 25 SQUADRON VISITS AIR FORCE STATION

aapnugujarat

Leave a Comment

UA-96247877-1