Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સ્ટ્રોમ ડ્રેનેજ કેચ પીટોની સફાઈ કરાઇ જ નથી

શહેરના મેયર દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જાહેરાત કરવામાં આવી હતી આ સમયે વિવિધ વિસ્તારોમાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈનો અને ૧.૨૫ લાખથી પણ વધુ કેચપીટોમાંથી શિલ્ટ કાઢીને તેને સાફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.શહેરમાં વરસાદનું આગમન થઈ ગયુ છે.તંત્ર તરફથી અત્યાર સુધીમાં રૂપિયા ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કેચપીટો અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઈ પાછળ કરવામાં આવી ચુકયો હોવા છતાં ચોમાસુ શહેરમાં તેના પૂર્ણ સ્વરૂપમાં હશે તે સમયે વરસાદી પાણી રીતસર કહેર મચાવશે એમ મ્યુનિસિપલ સૂત્રોનું કહેવું છે.આ અંગેની વિગત એવી છે કે,દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મેયર દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જાહેરાત કરવામાં આવી છે આમ છતાં મેયરની જાહેરાત પ્રમાણે એક પણ બાબતનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો નથી.હજુ આજે પણ શહેરના મેયરના પોતાના વોર્ડ સહીત અનેક વિસ્તારોમાં જુદા-જુદા કારણોસર રસ્તાઓના ખોદકામની કામગીરી ચાલી રહી છે.મ્યુનિ.તંત્ર તરફથી શહેરના વિવિધ છ ઝોનમાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો અને ૧.૨૫ લાખ થી પણ વધુ કેચપીટોની એક વખત સફાઈ કરી તેમાંથી શિલ્ટ કાઢવામાં આવ્યુ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.આમ છતાં હકીકત એ છે કે, હજુ આજે પણ શહેરની ૬૦ ટકા જેટલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન અને કેચપીટોમાંથી શિલ્ટ કાઢવામાં આવ્યુ નથી.આ અંગે વિપક્ષ તો ઠીક પરંતુ શાસકપક્ષના જ કોર્પોરેટરો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.મ્યુનિસપલ તંત્રનો એવો દાવો છે કે,૪૦,૦૦૦ જેટલી કેચપીટોની અત્યાર સુધીમાં બે-બે વખત સફાઈ થઈ ચુકી છે.આમ છતાં તંત્રના અધિકારીઓનું કહેવું છે કે,જે તે ઝોનમાં શું પરિસ્થિતિ છે તે જાણવાની ઝોનના એડીશનલ ઈજનેરો તસ્દી સુધ્ધા લેતા નથી.
પરિણામે જે સમયે શહેરમાં ચોમાસુ તેના પૂર્ણ સ્વરૂપમાં હશે એ સમયે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જશે આ સાથે જ કેચપીટોની પણ સફાઈ કરવામાં આવી ન હોવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ ગટરના પાણી બેક મારી ઘૂસે એવી પ્રબળ સંભાવના રહેલી છે.આ પરિસ્થિતિમાં પ્રિ-મોન્સુન એકશન પ્લાનની મોટા ઉપાડે કરવામાં આવેલી જાહેરાતનું શું થાય છે તે માટે બે ઈંચ વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે.

Related posts

Gujarat ATS arrests 2, seizes ‘brown sugar’ heroin

aapnugujarat

સુરતથી વીરપુર સાયકલથી સંઘ આવી પહોંચ્યો

editor

લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1