Aapnu Gujarat
મનોરંજન

રાગિણી એમએમએસ ૨ વેબ સીરિઝમાં રિયા સેન

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન સ્ટારર એકતા કપૂરની ફિલ્મ રાગિણી એમએમએસ ૨ પર આધારિત એક વેબ સીરિઝ બનાવવામાં આવી રહી છે. આ વેબ સીરિઝને એકતા કપૂર તેની નવી કંપની ઓલ્ટ બાલાજી પ્રોડ્યુસ કરી રહી છે. આ વેબ સીરિઝનું નામ રાગિણી એમએમએસ ૨છે. એકતાની આ વેબ સીરિઝમાં સની લિયોનની જગ્યાએ રિયા સેનને લેવામાં આવી છે. રિયા સેન આજકાલ રાગિણી એમએમએસ ૨ વેબ સીરિઝના શૂટિંગમાં વ્યસ્ત છે.આ વેબ સીરિઝમાં તેના કેરેક્ટરનું નામ સિમરન છે. આ રોલ ઘણો ચેલેન્જિંગ છે. સિમરન એક મક્કમ, બોલ્ડ અને બેબાક યુવતી છે જે પોતાના પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ વેબ સીરિઝમાં મારી ઓપોઝિટ નિશાંત છે જે રાજનું કેરેક્ટર કરી રહ્યા છે. રાજ-સિમરનની આ સફર ઘણી જ રોમાંચક અને રહસ્યથી ભરપૂર છે,તેમ રિયા સેને જણાવ્યું હતું.એકતા કપૂર સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે. મને વિશ્વાસ છે કે રાજ-સિમરનની આ મોર્ડન સ્ટોરી લોકોને પસંદ પડશે,તેમ રિયાએ વધુમાં જણાવ્યું હતું. રિયા સેન આ વેબ સીરિઝમાં એક પરિણીત સ્ત્રીના રોલમાં જોવા મળશે. તાજેતરમાં એકતા કપૂરે રોમિલ અને જુગ્ગલ;કરલે તૂ ભી મોહબ્બત; દેવ ડીડી; બાયોગિરી,બેવફા સે વફા અને ધ ટેસ્ટ કેસ જેવી વેબ સીરિઝ સાથે પોતાની નવી કંપની ઓલ્ટ બાલાજીની શરૂઆત કરી હતી. એકતાની પોતાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર ૪૨ નવી વેબ સીરિઝ લોન્ચ કરવાની યોજના છે.

Related posts

दक्षिण की फिल्म करती रहूंगी : तापसी

aapnugujarat

जाह्नवी कपूर -ईशान की फिल्म का लुक जारी

aapnugujarat

१५ साल के लड़के ने मुझसे दुर्व्यवहार किया : सुष्मिता सेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1