Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ કોંગ્રેસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

પંચમહાલ જિલ્લામાં વધી રહેલ કોરોના મહામારીના કેસ સામે જાગૃતિ બતાવવા અને પ્રજામાં માસ્ક વિતરણ કરી સૌને સુરક્ષિત રહેવાના અભિગમ સાથે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ખાતે પંચમહાલ યુવા કોંગ્રેસના પ્રમુખ મિખાઈલ જોસેફના માર્ગદર્શન હેઠળ ૧૦૦૦ ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વનાં ઘણાં દેશોમાં કોરોના વાયરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે. અત્યારે કોરોનાનાં સંક્રમણથી બચવા દરેક વ્યક્તિએ નાક, મોં પર માસ્ક પહેરવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. દેશભરમાં અનલોકની પરિસ્થિતિ ચાલી રહી છે અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન કોઈ સંક્રમિત વ્યક્તિનો ચેપ ના લાગે તેની સલામતી માટે માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગોધરામાં યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અથાર્ગ પ્રયત્ન કરી રહી છેા ત્યારે ગોધરાના મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરાયું હતું અને હાલમાં આપણી પાસે અસ્ત્ર, શસ્ત્ર, અને બ્રહ્મસ્ત્ર માત્ર માસ્ક છે એટલે કોરોના સામેની જગમાં માસ્ક અતિ આવશ્યક છે જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી યુથ કોંગ્રેસ જીલ્લા મહામંત્રી હસન છકડા માઈનોરીટી મંત્રી ફારૂકભાઇ વોરા અગ્રણી ઉમેશ શાહ અને સન્નીભાઈ આહુજા સહિત કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

१५ तारीख से विंटर शुरू होगा

aapnugujarat

ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે : કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ

aapnugujarat

ધોરાજીમાં ઐતિહાસિક ગણાતી સફૂરા નદીમાં ગંદકીના જામ્યા થર

editor

Leave a Comment

UA-96247877-1