Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાની માધ્યમિક અને ઉ.માધ્ય. શાળાઓ ના કર્મચારીઓ એક દિવસ નો પગાર ““મુખ્ય મંત્રી રાહત ફંડ” માં જમા કરાવશે..

છોટાઉદેપુર જિલ્લાની માધ્યમિક અને ઉ.માધ્ય. શાળાઓ ના કર્મચારીઓ એક દિવસ નો પગાર ““મુખ્ય મંત્રી રાહત ફંડ” માં જમા કરાવશે..

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”એ કરેલી અપીલ અને કોરોના વાઇરસ સામે લડત આપવાના ભાગરૂપે તેમજ માનવ સમુદાય હિતાર્થે છોટાઉદેપુર જિલ્લા ની માધ્યમિક અને ઉ.માધ્ય. શાળાઓ ના કર્મચારીઓ એક દિવસ નો પગાર ““મુખ્ય મંત્રી રાહત ફંડ” માં જમા કરાવવા નો ચેક જિલ્લા કલેકટર સુજલ મયાત્રા ને અર્પણ કરવામાં આવનાર હોવાનું છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ના પ્રમુખ મુકેશ જે. પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે. “કોરોનાની વૈશ્ર્વિક મહામારી”માં માનવ સમુદાય તથા સરકારને મદદરૂપ થવા તમામ શૈક્ષણિક સંઘો ના મહામંડળ ની સંમતિથી “એક દિવસનો પગાર” “મુખ્ય મંત્રી રાહત ફંડ” માં આપવાનું નક્કી કરેલ છે તેને હર્ષભેર આવકારી છોટાઉદેપુર જિલ્લા ની તમામ માધ્ય. અને ઉ.મા. શાળાના પટાવાળા થી લઈ આચાર્ય સુધીના તમામ કર્મચારીઓ એપ્રિલ માસ ના એક દિવસ નો પગાર ની રકમ મુખ્યમંત્રી રાહત નિધિ માં જમા કરાવી “કોરોનાની વૈશ્ર્વિક મહામારી” ને નાથવા ના સરકાર ના અથાગ પ્રયત્નો માં ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી ની મદદ કરી માનવ સમુદાય માટે પ્રેરણાસ્ત્રોત બનવું જોઈએ કારણકે મુકેશ જે.પટેલ ના જણાવ્યા મુજબ શિક્ષક હંમેશા સમાજ ને રાહ બતાવે છે ત્યારે આજની “કોરોનાની વૈશ્ર્વિક મહામારી” ની વિકટ પરિસ્થિતિ માં કેમ પાછળ રહે ? સમય સમય નું કામ કરે છે અને કરશે પરંતુ શિક્ષકની સુવાસ ચોતરફ પ્રસરતી હોય છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

વડોદરામાં દક્ષિણ ગુજરાતના ૧૧ જિલ્લાઓની અનુસૂચિત જાતિ પેટા યોજનાની કામગીરીની મંત્રીશ્રીએ કરી સમીક્ષા

aapnugujarat

ડીસા-મંડાર હાઈવે પર એક સાથે અનેક વાહન ટકરાઈ જતા ચારના મોત

aapnugujarat

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકાશ વાદળોથી ઘેરાયા

editor

Leave a Comment

UA-96247877-1