Aapnu Gujarat
મનોરંજન

ટ્યુબલાઇટ ફિલ્મ ૨૫મી જુનના દિવસે દેશમાં રજૂ

સલમાન ખાનની નવી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ટ્યુબલાઇટ ફિલ્મ હવે ૨૫મી જુનના દિવસે રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. સલમાનની આ ફિલ્મના ગીતો પણ સુપરહિટ સાબિત થઇ રહ્યા છે. સલમાન ખાન એક નવા અવતારમાં નજરે પડનાર છે. સલમાનની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. કબીર ખાન અને સલમાને સાથે મળીને ફિલ્મ બનાવી છે. સલમાન આ ફિલ્મને લઇને હાલમાં કોઇ ઉતાવળ કરી રહ્યો નથી. કબીર ખાન મોટા ભાગે સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. એક થા ટાઇગર, બજરંગી ભાઇજાન અને સુલ્તાન જેવી ફિલ્મો તેઓ બનાવી ચુક્યા છે. તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. હવે ટ્યુબલાઇટ નામની ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. બોલિવુડમાં લોકપ્રિય રહેલા કબીર ખાને કહ્યુ છે કે આ ફિલ્મની પટકથા બજરંગી ભાઇજના કરતા અલગ પ્રકારની રહેશે. કારણ કે આ ફિલ્મ જુદા વિષય પર આધારિત છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ ઉપર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં ડ્રામાંને પણ સારી રીતે રજૂ કરવામા ંઆવનાર છે. સલમાન ખાન હાલમાં ટ્યુટલાઇટ ફિલ્મને લઇને વ્યસ્ત છે. નવી અભિનેત્રીઓમાં તો માત્ર કેટરીના કેફ, કરીના કપુરને જ આ સફળતા મળી છે. પ્રિયંકા ચોપડા અને દિપિકા જેવી બોલિવુડની નંબર વન અભિનેત્રીને પણ ત્રણેય ખાન સાથે કામ કરવાની હજુ સુધી તક મળી નથી. કબીર ખાને કહ્યુ છે કે ફિલ્મને લઇને તેઓ કોઇ બાંધછોડ કરવા માંગતા નથી. ફિલ્મને સફળ બનાવવા માટે તમામ મશાલા ફિલ્મમાં ઉમેરી દેવામાં આવ્યા છે. સલમાન ખાનની લોકપ્રિયતા જોતા આ ફિલ્મ હિટ રહેશે.

Related posts

પૂર્વ મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ પર બબાલ, અનુપમે કહ્યું- ‘બીજે હોત તો ઓસ્કરમાં જાત’

aapnugujarat

પુત્રીના જન્મ બાદ બ્રાડલે કૂપર અને ઇરિન નજીક આવ્યા

aapnugujarat

सफलता के लिए मेहनत जरूरी : शाहरुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1