Aapnu Gujarat
ગુજરાત

ડૉ. આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દી વર્ષ ૨૦૨૦ની ઉજવણી કરીએ

ડૉ. બાબા સાહેબ આંબેડકરે ૩૧ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ ‘મૂકનાયક’ નામે પાક્ષિક સામાયિકનો પ્રારંભ કર્યો હતો. આ સામાયિકને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ ૧૦૦ વર્ષ પૂરા થાય છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ ‘બારિશ ૨૦૨૦’ના વર્ષને ડૉ. આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દી વર્ષ તરીકે ઉજણવી કરશે.
૨૦૨૦ના સમગ્ર વર્ષ દરમિયાન ‘બારિશ’ના ઉપક્રમે વાર્ષિક વ્યાખ્યાન માળા, દર મહિને એક વ્યાખ્યાન, આંબેડકરી દલિત પત્રકારિતા સામયિક પ્રદર્શન, પરિસંવાદ, સ્મૃતિ વ્યાખ્યાન, પુસ્તક, પ્રકાશન વગેરે કાર્યક્રમો કરવામાં આવનાર છે.
ગુજરાતની આંબેડકરી – બૌદ્ધ સમાજની સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરોને આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાઓના મુખ્ય મંથકે આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દીના કાર્યક્રમની ઉજવણી કરાવમાં આવે એમ ‘બારિશ’ના અધ્યક્ષ દીક્ષા દૂતે અપીલ કરી છે.

Related posts

बिजली कंपनियों द्वारा उपभोक्ताओं से वसूले जाने वाले फ्यूल सरचार्ज में प्रति यूनिट 19 पैसे की कटौती : ऊर्जा मंत्री

editor

તુટેલા રસ્તા માટે કોન્ટ્રાક્ટરોને સૌથી વધુ ૧૮ નોટિસો અપાઈ : અમદાવાદ શહેરનાં મધ્ય ઝોનમાં સૌથી ઓછી નોટિસ ફટકારાઈ

aapnugujarat

दशरथभाई पटेल को वीरमगाम तहसील कांग्रेस के अध्यक्ष नियुक्त किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1