Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં “પેન્શન સપ્તાહ”નો શુભારંભ

હિંમતનગર ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના “પેન્શન સપ્તાહ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી ચાલનાર સપ્તાહમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓ જોડાય તે હેતુ સાથે આ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લા અધિક કલેક્ટર વી.એલ પટેલે આ પ્રસંગે યોજનાની માહિતી આપતા જણાવ્યું હતુ કે આ નાના વેપારી-ધંધાદારીઓ, સ્વ-રોજગારી મેળતા અને શ્રમયોગીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત પેન્શન યોજના છે જેમાં માસિક ફાળો ૫૦ ટકા લાભાર્થી ચુકવે છે અને બીજો ૫૦ ટકા કેન્દ્ર સરકાર ચુકવે છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૪૦ વર્ષની વયના વેપારીવર્ગ લઈ શકશે. યોજના માટેની લાયકાત છુટક વ્યાપારી / દુકાનદાર અથવા સ્વરોજગાર મેળવતી વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનામાં ફાળાની રકમ રૂ. ૫૫ થી રૂ. ૨૦૦ રૂપિયા છે. આ યોજનાનો લાભ લેવા માટે કોમન સર્વિસ સેન્ટર પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રથમ ફાળાની ચુકવણી રોકડમાં ત્યાર બાદ બેંક ખાતામાંથી ‘ઓટો-ડેબીટ’ થશે.લાભાર્થી ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કરતાં તેઓને માસિક ત્રણ હજાર રૂપિયા નિશ્રિ્‌ચત પેન્શન મળશે. ૬૦ વર્ષની ઉંમર બાદ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના પતિ અથવા પત્નીને જ ૫૦ ટકા પેન્શન મળશે. આ યોજનાની નોંધણી માટે આધાર કાર્ડ, બચત ખાતુ / જનધન ખાતાનો નંબર આઇ.એફ.એસ.સી. કોડ સાથે અથવા પાસબુક લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવા અને વધુમાં વધુ લોકોને આયોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ અનિરૂધ્ધ સોરઠીયાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની સંવેદનશીલ સરકાર છેવાડાના ગરીબ માણસ સુધી પહોચીને સહાય કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે જેમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના ખુબ જ હિતકારી યોજના છે જેના થકી સામાન્ય માણસ પણ હવે પેન્શન મેળવી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જે લોકોને આ યોજનાની જાણ નથી તેવા લોકો સુધી પણ આ યોજનાની માહિતી આપી વધુમાં વધુ લોકોને આ યોજનાનો લાભ અપાવવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી સાથે પેન્શન કાડ્‌ર્નુ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિક ઉપપ્રમુખ જયા પટેલ, હિંમતનગર પ્રાંત અધિકારી યતિન ચૌધરી, કાર્યપાલક ઇજનેર પટેલ,નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, નગરપાલિકા સદસ્યો તેમજ સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

Gujarat govt to launches Deendayal Clinics in slums of urban and semi-urban areas : Dy CM Patel

editor

राष्ट्रपति ने की पीएम मोदी की मां हीरा बेन से मुलाकात

aapnugujarat

અમદાવાદમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1