Aapnu Gujarat
ગુજરાત

એસ.બી.એસ. હાઈસ્કૂલ, નસવાડી ખાતે હેન્ડબોલ આંતરકોલેજ સ્પર્ધા યોજાઈ

શ્રી ચુનીલાલ હિમ્મતભાઇ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નસવાડીનાં યજમાન પદે એસ.બી.એસ. હાઇસ્કુલ, નસવાડીનાં મેદાન પર તા.૦૬-૧૦-૨૦૧૯, રવિવારનાં રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાની હેન્ડબોલ આંતરકૉલેજ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભાઇઓ અને બહેનોની ચાર-ચાર ટીમે ભાગ લીધો હતો. ડભોઇ, બાલાસિનોર, હાલોલ, નસવાડી કૉલેજની ટીમોએ ભાગ લીધો હતો.
કૉલેજ ખાતે સવારે યોજાયેલી ઉદઘાટન બેઠકમાં આ બધી કૉલેજનાં ટીમ મેનેજર અને ખેલાડીઓ હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના રમતગમત વિભાગનાં પ્રતિનિધિ તરીકે પ્રા. સંજય જોશી ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે તિરંદાજીમાં નેશનલ ચેમ્પિયન દિનેશ ડુંગરાભીલ, એસ.બી.એસ. હાઇસ્કુલનાં આચાર્ય ડી. એફ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અતિથિઓ તથા કૉલેજના આચાર્ય ડૉ. કે. એમ. ચાવડાએ સહુ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક સરસ રમત રમવા શુભેચ્છા પાઠવી હતી.
ભાઇઓ માટે રમાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં શ્રી ચુનીલાલ હિમ્મતભાઇ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નસવાડી વિજેતા બની હતી. દ્વિતીય સ્થાન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, બાલાસિનોરને મળ્યું હતું.
બહેનો માટેની હેન્ડબોલ સ્પર્ધામાં આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ, બાલાસિનોર વિજેતા બની હતી. દ્વિતીય સ્થાને આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, હાલોલને મળ્યું હતું.
નસવાડી કૉલેજનાં ખેલાડીઓને પ્રૉત્સાહિત કરવા મોટી સંખ્યામાં ખેલમાં રસ ધરાવતાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
નસવાડી કૉલેજનાં પી. ટી. આઇ. પ્રા. ડી. આર. સોલંકી, પ્રા. એસ. એસ. બિશ્વાસ, પ્રા. પી. એમ. ખાણીયા, એ. એચ. ઠાકોરે હેન્ડબોલ સ્પર્ધાનું સફળતાથી આયોજન કર્યુ હતું. રેફરી તરીકે તપન શાહ, વિજય વસાવા, ધર્મેન્દ્રભાઇએ નિષ્પક્ષ, તટસ્થ ભૂમિકા ભજવી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

વેજલપુરમાં બે હવસખોર ઝબ્બે

aapnugujarat

લોકપ્રિય વોટ ઓન એકાઉન્ટ રજૂ થયું : શ્રેણીબદ્ધ રાહતો

aapnugujarat

ડભોઈ શહેરમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1