Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રેલવે અને ફ્લાઈટ્‌સ રદ

માયાનગરી મુંબઈમાં શુક્રવારથી વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે જનજીનવ ખોરવાયું છે. રવિવારે પણ વરસાદ યથાવત્‌ રહેતા રેલવે અને ઉડ્ડયન સેવા ખોરંભાઈ છે. પાલઘરમાં ૧૬ વર્ષનો એક કિશોર તણાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.નવી મુંબઈના ઠાણે અને પાલઘરમાં વરસાદને પગલે સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા હોવાના બનાવ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ આસપાસના વિસ્તાર ઠાણેમાં દસ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કે એસ હોંસલીકરે જણાવ્યું હતું. મુંબઈમાં ભારે વરસાદને લીધે જીવાદોરમી સમાન મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત સાત જેટલી ફ્લાઈટ્‌સ પણ રદ કરવામાં આવી છે.સતત વરસી રહેલા વરસાદને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કરજત, કસરાંદ, ખોપોલી સહિતની મેઈન લાઈન અને હાર્બર લાઈન સવારના આઠ વાગ્યા સુધી રદ કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રવક્તા સુનિલ ઉદાસીએ જણાવ્યું હતું. ‘સ્થાનિકોને હાલાકી ના પડે તે માટે લોકલ ટ્રેનોના કેટલાક રૂટ રદ કરવામાં આવ્યા છે. દરેક કલાકે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે,’ તેમ ઉદાસીએ વધુમાં જણાવ્યું હતું. ટ્રાન્સ-હાર્બર લાઈન અને ખારકોપરના ફોર્થ કોરિડોર ઉપર ટ્રેનો રાબેતા મુજબ દોડી રહી છે.મધ્ય રેલવેના કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ કરજત અને લોનાવાલા હિલ વચ્ચે પાણી ભરાતા ભેખડો ધસવાથી મુંબઈ તરફની ટ્રેનો રદ અથવા ડાઈવર્ટ કરવામાં આવી છે. દરમિયાન મુંબઈ-પૂણે રેલ વ્યવહાર પણ ઠપ થયો છે. લાંબા અંતરની ટ્રેનો દુરંતો, કોર્ણાક એક્સપ્રેસ, અમૃતસર એક્સપ્રેસ અને દેવગીરી એક્સપ્રેસ નાસિકના ઈગતપુરી તેમજ કલ્યાણ નજીકના અંતગાઁવ અને ખારડી પાસે ફસાઈ છે. મુંબઈ એરપોર્ટના પ્રવક્તના જણાવ્યા મુજબ બે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે તેમજ છ ફ્લાઈટને પરત ફરવા જણાવાયું છે.પશ્ચિમ રેલવેના અધિકારીના મતે પાલઘરમાં ભાર વરસાદથી રેલવે ટ્રેક પર જળસ્તર વધતા વસાઈ અને વિરારની ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. નાલાસોપારામાં પણ ટ્રેક પર પાણી ભરાતા તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રોકરવામાં આવી છે.વસઈ-ચર્ચગેટ અને વિરાર-દાદર વચ્ચે રેલ વ્યવહાર ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પાલઘરના વિક્રમગઢમાં ૧૬ વર્ષનો કિશોર વરસાદી પાણીના વહેણમાં તણાઈ જતા તેને શોધવા માટે અભિયાન હાથ ધરાયું છે.આઈએમડીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમજ બપોરના સમયે સાડા ચાર મીટરથી ઊંચા મોજા દરિયામાં ઉછળવાની વકી છે. નગરજનોને કામ વગર બહાર નહીં નિકળવાની સલાહ સ્થાનિક પ્રસાશને આપી છે. બીએમસીના મતે મીઠી નદી આસપાસના વિસ્તારમાંથી કેટલાક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત છાવણીઓમાં ફૂડ પેકેટ્‌સ તેમજ પાણી પહોંચાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઠાણેમાં બાર્વી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી બાર્વી અને ઉલ્હાસ નદીકાંઠે રહેતા લોકોને ઊંચાણવાળા સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે.

Related posts

CM Arvind Kejriwal announces financial assistance Rs 10 lakh for minor rape victim’s family

aapnugujarat

ટીએમસીના બીએસએફ પરના આક્ષેપો દુર્ભાગ્યપૂર્ણ : સુનિલ અરોરા

editor

અયોધ્યા મામલો ટળ્યો : જાન્યુઆરીમાં સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1