Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમિલનાડુ જળસંકટ : ૨૫ લાખ લીટર પાણી લઇ ટ્રેન પહોંચી ચેન્નઈ

પાણીની સમસ્યાથી લડી રહેલા તમિલનાડુમાં પાણીના ૫૦ ટેંક વાળી ટ્રેન વેલ્લોર જિલ્લાના જોલારપેટ્ટઇ પહોંચી હતી. આ ટ્રેનના દરેક વેગનમાં આશરે ૫૦ હજાર લીટર પાણી ભરવામાં આવ્યું છે. ચેન્નઈ અને આસપાસના ક્ષેત્રમાં સૌથી વધારે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચેન્નઇથી ૨૧૭ કિલોમીટર દુર વેલ્લોર જિલ્લામાં સ્થિત જોલારપેટ્ટઇમાં પાણીની ખુબ તંગી વર્તાઇ રહી છે. ચેન્નઇ છેલ્લા ૪ મહિનાથી પાણીના સંકટ સામે લડી રહ્યું છે. આ દક્ષિણનું મહાનગર દૈનિક ૨૦૦ મિલીયન પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. શહેરમાં પાણી પહોંચાડનારા મોટા ૪ જળાશયો સુકાઇ ગયા છે. શ્રીમંતોની તુલનામાં ગરીબ અને મજુર વર્ગના લોકોને પાણીની સમસ્યાથી લડવું પડી રહ્યુ છે. ચેન્નઇમાં જળસંકટ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યું છે, તમિલનાડુ સરકારે રેલ્વેને અનુરોધ કર્યો છે કે તેઓ શહેરમાં પાણી લાવવામાં મદદ કરે.

Related posts

शिवसेना ने भागवत, गडकरी से की हस्तक्षेप की मांग

aapnugujarat

આધાર-પાન કાર્ડ ૩૦ જૂન સુધી લિન્ક કરવા આઈટીનું એલર્ટ

aapnugujarat

વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં ખાસ વ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1