Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સફળતાના સુદૃઢ સોપાનો (Sure Steps to Success)’ વિષય ઉપર ૮૮મું પ્રવચન યોજાયું

‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામીમહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી ગંગાનાપ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચન-માળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીનેવિદ્વાનો દ્વારા વ્યક્તિ વિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને  શાસ્ત્ર વિષયો આવરી ત્રૈમાસિકપ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં દર્શન-તત્ત્વજ્ઞાન વિષયના ભાગરૂપ ‘આર્ષ’અક્ષરધામ દ્વારા ‘સફળતાના સુદૃઢ સોપાનો (Sure Steps to Success)’ ઉપર ૮૮માં પ્રવચનનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વિદ્વાન વક્તા : શ્રી સ્વામિનારાયણ મંદિર,વડોદરાના પૂ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 35૦૦જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો.

‘સફળતાના સુદૃઢ સોપાનો (Sure Steps to Success)’ વિષય પર પ્રકાશ પાડતાં પૂ.જ્ઞાનવત્સલદાસ સ્વામીએ  જણાવ્યું હતું કે, 21મી સદીમાં મકાનો બહું સારા થયા પણ  માણસો તૂટતાગયા.  ઘરમાં આવક વધતી ગઈ પણ છૂટાછેડા વધતા રહ્યા. માર્ગો પહોળા થયા દૃષ્ટિકોણ સંકુચિત થતાગયા. સંબંધો છીછરા થતા ગયા. અણુના વિઘટનથી પ્રચંડ શક્તિનું સર્જન શકય બન્યુ પરંતુ પૂર્વગ્રહતોડવો અઘરું બન્યું છે. દેખાડવા માટે ઘણી બધી વસ્તુઓ છે. પણ હૃદયમાં સમાવવા માટે કઇં નથી.મનમાં ઈચ્છા છે કે સફળતા મેળવવી છે. તે કર્તવ્ય છે અને મનુષ્યનું ગૌરવ પણ છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંસફળતા મેળવવા અંગેના બહુધા સિદ્ધાંત, નીતિ-નિયમો, વર્તન અને ભાવ સમાન જ હોય છે.

સફળતાના પ્રથમ સોપાન તરીકે પૂ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ પ્રચંડ નિઃસ્વાર્થ પુરુષાર્થ મહત્ત્વનોગણાવ્યો. થાકી જાવ, હારી જાવ, બેસી જાવ તો કોઈ વાત બનતી નથી. સમજણ સાથેનો નિઃસ્વાર્થપુરુષાર્થ પાયાની બાબત છે. જીવનમાં ફક્ત પ્રગતિ નહિ, સફળતાની પણ જરૂર છે.. સફળતા એટલેઅનેક પ્રકારની પ્રગતિઓ. ખાલી વેપાર ધંધામાં આગળ વધ્યા તે પ્રગતિ છે સફળતા નથી. પૂર્ણ રૂપેઆપણું માનવ તરીકેનું વ્યક્તિત્ત્વ ખીલી ઊઠે તેને સફળતા કહેવાય.

હંમેશા સિદ્ધાંતો, મૂલ્યો સાથે રાખીને જ કામ કરવાનું છે. એકલો પુરુષાર્થ હોય તેની કોઇ જકિંમત નથી. સિદ્ધાંતો, મૂલ્યો અને નીતિ-નિયમ સાથે પુરુષાર્થ કરો તો તે કામ જુદી રીતે દીપી ઊઠે.પ્રથમ સખત પરિશ્રમ કરવાનો હંમેશાં વિચાર રાખવો. સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. પરિશ્રમથીપ્રગતિ અને સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. કઠોર પરિશ્રમ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. જે કોઇમહાપુરુષો ઉચ્ચ કક્ષાએ પહોચ્યા છે તેમના જીવનમાં બહુ જ મોટી આદત હતી સખત પુરુષાર્થની.

મહાપુરુષોએ જે સફળતાઓ પ્રાપ્ત કરી છે અને જે સફળતાના શિખરે પહોચ્યાં છે તે કઇં રાતો રાતપહોચ્યા નથી. તેઓએ જ્યારે તેમના સાથીઓ ચેનની નિદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે મોડે-મોડે સુધીજાગીને કામ કર્યાં છે. ત્યારે આ કક્ષાની સફળતા પ્રાપ્ત થઈ છે.

આફ્રિકામાં એક કહેવત છે, ‘‘ધીમામાં ધીમું જે હરણ હોય તેને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંકતો ઝડપી દોડવું પડે નહિ તો એ સાંજ જુએ નહિ. તેનો શિકાર થઇ જશે. અને જે ધીમામાં ધીમો સિંહહશે તેને પણ ધીમામાં ધીમું જે હરણ હશે તેનાથી થોડુંક તો ઝડપી દોડવું પડશે. તો જ એ સાંજ જોશે.નહિતો તે ભૂખ્યો મરી જશે.

Related posts

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો ચુસ્ત અમલ જારી છે : વિભાવરીબેન દવે

aapnugujarat

खोडियार माता की सवारी मगरमच्छ ने मंदिर में दी दस्तक, श्रद्धालुओं ने की पूजा-अर्चना

aapnugujarat

વડોદરામાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે ઉઠ્યો વિરોધનો સૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1