Aapnu Gujarat
રમતગમત

આજે પાકિસ્તાન-દ. આફ્રિકા વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ગ્રુપ બીની મેચમાં પાકિસ્તાન આફ્રિકા સામે મેદાનમાં ઉતરનાર છે. એજબેસ્ટન ખાતે રમાનારી આ મેચ પાકિસ્તાન માટે નિર્ણાયક તરીકે રહેશે. કારણ કે સ્પર્ધામાં ટકી રહેવા માટે તેને આવતીકાલની મેચ કોઇ પણ કિંમતે જીતવી પડશે. જ્યારે આફ્રિકા મજબુત ટીમ અને ફોર્મમાં છે. પાકિસ્તાનની તેની ગ્રુપની પ્રથમ મેચમાં ભારત સામે હાર થઇ હતી. સરફરાઝ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનના ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા નથી. તેમને વધારે કુશળતા સાથે બેટિંગ કરવાની જરૂર છે. હાલમાં જ માન્ચેસ્ટર અને લંડનમાં સપ્તાહના ગાળામાં જ બે ભીષણ હુમલા કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં ભારતે પોતાના નજીકના હરિફ પાકિસ્તાન પરે ૧૨૪ રને જીત મેળવી હતી. બેટિંગ કરતા ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. વરસાદ વિલન બનવાના કારણે આ મેચમાં ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવી હતી. આપવામાં આવેલા લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ માત્ર ૧૬૪ રન કરીને ઓલઆઉટ થઇ ગઉ હતી. પાકિસ્તાનની ટીમના દેખાવની તેમના ચાહકો દ્વારા વ્યાપક ટીકા કરવામાં આવી હતી. પાકિસ્તાનને હાલમાં દેખાવ સુધારી દેવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. બીજી બાજુ આફ્રિકાની ટીમ પાકિસ્તાન કરતા દરેક મોરચે વધારે મજબુત દેખાઇ રહી છે. આફ્રિકા પાસે ધરખમ ખેલાડી રહેલા છે જેમાં કેપ્ટન ડિવિલિયર્સનો સમાવેશ થાય છે. ડિવિલિયર્સ ઉપરાંત હાસીમ અમલા, ડીકોક અને પ્લેસીસ જેવા ખેલાડી વિશ્વના કોઇ પણ દેશના બોલરોને મુશ્કેલમાં મુકી શકે છે. તેની પાસે અમરાન તાહિર જેવા કુશળ સ્પીનર છે. જે એકલા હાથ પોતાની ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે. હજુ સુધી દરેક મેચમાં વરસાદ વિલન બનવાના કારણે ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. જો હવામાન મંજુરી આપશે તો એક રોમાંચક મેચ બની રહેશે. પાકિસ્તાનને ટકી રહેવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે. પાકિસ્તાન તરફથી બાબર આજમ અને ,સરફરાજ સહિતના તમામ બેટ્‌સમેનોને પુરતી તાકાત સાથે બેટિંગ કરવાની જરૂર પડશે. ભારત સામે પાકિસ્તાનના બેટ્‌સમેનોની નબળાઇ સ્પષ્ટરપણે સપાટી પર આવી ગઇ હતી. તેમની ફિલ્ડિંગ પણ ખુબ નબળી રહી હતી. બીજી બાજુ આફ્રિકાની ટીમ ફિલ્ડિંગમાં સર્વશ્રેષ્ઠ રહી છે. મચમાં ટોસ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે તેમ મોટા ભાગના નિષ્ણાંત લોકો માની રહ્યા છે. પાકિસ્તાનની તેના દેખાવ બાદ ચાહકો ટીકા કરી રહ્યા છે.

Related posts

हमारा फोकस अब सिर्फ गाबा में भारत को हराना : लाबुशेन

editor

पाकिस्तानी टीम के स्पिन गेंदबाजी सलाहकार बने मुश्ताक अहमद

aapnugujarat

ધોનીએ વિજય હઝારે ટ્રાફીની ક્વાર્ટર ફાઈનલ રમવાનો ઈન્કાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1