Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાપાનમાં છરી દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓ પર હુમલો, ત્રણના મોત

જાપાનની રાજધાની ટોક્યોમાં તે સમયે અફરાતફરી થઈ ગઈ જ્યારે એક વ્યક્તિએ મંગળવાર સવારે (જાપાનના સમય મુજબ) ભારે ભીડ હતી ત્યારે એક બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા પેસેન્જર્સ પર હુમલો કરી દીધો. તેમાં ત્રણ લોકોનાં મોત થઈ ગયા અને ૧૩ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
એનએચકે રાષ્ટ્રીય ટેલીવિઝને અધિકારીઓના હવાલો આપતા કહ્યું કે કાવાસાકી શહેરમાં બસ સ્ટોપ પર લોકો પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો. પોલીસના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈજાગ્રસ્તાને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે એક બાળક અને બે પુખ્ત વયના લોકોનાં મોત થયા છે.
પોલીસે જ્યારે આ હુમલાખોરની ધરપકડ કરી તો તેને ધરપકડ પહેલા પોતાના ખભામાં પણ ચાકૂ મારીને પોતાની જાતને ઘાયલ કરી દીધી. કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે સ્થાનિક સમયમુજબ સવારે ૭.૪૫ વાગ્યે અમને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો.
કાવાસાકી ફાયર બ્રિગેડના એક અધિકારીએકહ્યું કે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એનએચકેએ કહ્યું કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી બે ચાકૂ જપ્ત કરવામાં આવ્યા છે.

Related posts

બ્રાઝિલમાં બિયરની બોટલ પર વિષ્ણુ ભગવાન, હિન્દુઓએ મચાવ્યો હોબાળો

aapnugujarat

બ્રેક્ઝિટ વિવાદથી વડાપ્રધાન પદને જોખમ, આખરે પીએમ થેરેસા મેની રાજીનામાની ઘોષણા

aapnugujarat

बलूचिस्तान में सुरक्षाबलों पर आतंकी हमला, 15 की मौत

editor

Leave a Comment

UA-96247877-1