Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશ ફક્ત હિન્દી ભાષી રાજ્યોનો નથી,કોઇને પણ નજરઅંદાજ ન કરી શકાયઃ એમ.કે.સ્ટાલિન

લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના સારા પ્રદર્શનથી ઉત્સાહિત દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. સ્ટાલિને કહ્યું આ દેશ ફક્ત હિન્દી ભાષી રાજ્યોનો નથી. લોકસભા ચૂંટણીમાં તમામ રાજ્યોને બરાબરીથી જોવા જોઈએ, કોઈને પણ નજરઅંદાજ ન કરી શકાય.
સ્ટાલિને તેમના પાર્ટી કાર્યકર્તાઓને ખુલ્લો પત્ર છે. જેમાં તેમણે કહ્યું કે, તેમની પાર્ટી અન્ય રાજ્યોમાં પણ ક્ષેત્રીય દળો સાથે મળીને ભાજપને ટક્કર આપશે. પાર્ટીએ જે રણનીતિ સાથે તમિલનાડુમાં ચૂંટણી લડી છે, ભાજપ વિરોધી તે જ ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે. સ્ટાલિને કહ્યું કે, હવે એ દિવસો આવી ગયા જ્યાં ફક્ત હિન્દી ભાષી રાજ્ય જ ભારત હતા.
દ્રમુક પ્રમુખે કહ્યું કે, આવનારો સમય તમામ રાજ્યોના આસપાસ થનારી સકારાત્મક રાજનીતિનો છે. હવે કોઈ પણ રાજ્યને નંજરઅંદાજ નહી કરીએ. કેન્દ્રમાં જે પણ પાર્ટી સત્તામાં રહેશે, તેના માટે જરૂરી છે કે તે એક પણ રાજ્યને નજરઅંદાજ ના કરે. જનતાના હિતોની રક્ષા માટે સંસદ અને રાજ્ય વિધાનસભામાં હંમેશા દ્રમુકનો અવાજ ગુંજતો રહેશે.

Related posts

लॉन्च व्हीकल में तकनीकी खराबी के चलते थमा मिशन मून

aapnugujarat

Prime Minister Modi arrives in Myanmar

aapnugujarat

ડિફેન્સ સાધનો સંદર્ભે ૯૧૦૦૦ કરોડની પ્રાપ્તિ દરખાસ્તને મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1