Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર દ્વારા મંત્રાલય તેમજ વિભાગોમાં ખાલી જગ્યા ભરવા તૈયારી

રોજગારને લઇને પણ મોદી સરકાર હવે ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે સક્રિય દેખાઇ રહી છે. જેના સંકેત પણ મળી રહ્યા છે. હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ તરફથી મળેલા નિર્દેશ બાદ જુદા જુદા મંત્રાલય અને વિભાગોમાં ખાલી જગ્યાઓને લઇને માહિત એકત્રિત કરી રહ્યા છે. મંત્રાલય અને વિભાગો પાસેથી માહિતી મળવા લાગી ગઇ છે.
રોજગારને લઇને વિરોધ પક્ષોનો આરોપ રહ્યો છે કે મોદી સરકાર રોજગારના મોરચે ફ્લોપ રહી છે. નવી રોજગારીની તક ઉભી કરવામાં આવી રહી નથી. સાથે સાથે સરકારી વિભાગોમાં રહેલી ખાલી જગ્યાએ ટુંક સમયમાં જ ભરવામાં આવનાર છે. વડાપ્રધાન કચેરીના નિર્દેશ બાદ મંત્રાલય અને વિભાગોમાં આંતરિક પરિપત્ર જારી કરવામા ંઆવી ચુક્યા છે. જેમાં ખાલી રહેલી જગ્યાઓ અને અન્ય જગ્યાઓના સંબંધમાં માહિતી માંગવામાં આવી છે. નાણાં મંત્રાલયને સુચના આપવામાં આવી છે કે ટુંક સમયમાં જ આ સંબંધમાં પીએમઓ દ્વારા એક બેઠક રાખવામાં આવશે જેમાં જુદા જુદા સ્તર પર રહેલી ખાલી જગ્યાઓને લઇને વાતચીત કરવામાં આવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ૩૦મી એપ્રિલ ૨૦૧૯ સુધી ખાલી જગ્યાના સંબંધમાં માહિતી માંગવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત છે. આવી કોઇ માહિતીને લઇને કોઇ વાત કરવામાં આવી રહી નથી.
મંત્રાલય અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના લોકોનુ કહેવુ છે કે તેમની પાસે આવી કોઇ માહિતી હજુ સુધી આવી નથી. કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે નવી સરકાર બનતાની સાથે જ રોજગારીને લઇને કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારી મહાસંઘના અધ્યક્ષ કેકેએન કુટ્ટીએ કહ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં આ સરકાર સતત વાતચીત કરી રહી છે. પ્રથમ વખત નેશનલ કાઉન્સિલની મિટિંગ ચૂંટણી બાદ યોજાનાર છે. સરકાર તમામ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવા ઇચ્છુક છે. કેન્દ્ર સરકારમાં ખાલી જગ્યાઓને લઇને કહેવામાં આવ્યું છે કે, આ કામમાં બે સમસ્યા છે. પ્રથમ સમસ્યા એ છે કે, સ્ટાફ સિલેક્શન કમિશનની ખાલી જગ્યાઓની જાણકારી આપવા માટે કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. બીજી બાબત એ છે કે, એસએસસી દ્વારા કેટલાક લોકોની ભરતી કરવામાં આવી નથી જેટલા લોકોની જરૂર દેખાઈ રહી છે. કુટ્ટીએ કહ્યું હતું કે, જુદા જુદા વિભાગોમાં ૪૦થી ૫૦ ટકા જગ્યા ખાલી છે. ઇન્કમટેક્સ વિભાગમાં ૫૦ ટકા અને જીએજીમાં ૪૫ ટકા જગ્યા ખાલી રહેલી છે. તમામ જગ્યા સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી છે પરંતુ આના પર ભરતી કરવામાં આવી રહી નથી. હવે ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સમયસર રિપોર્ટ આપવામાં આવ્યા બાદ પગલા લેવામાં આવશે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી સી કુમારે કહ્યું છે કે, આટલા વર્ષોમાં કેટલાક પગલા લેવાયા છે.

Related posts

बिहार के मुजफ्फरपुर में चमकी बुखार से मरने वाले बच्चों की संख्या ८४ पहुंची

aapnugujarat

पीएम मोदी से राहुल गांधी ने की केरल बाढ़ पीड़ितों के लिए सहायता की मांग

aapnugujarat

मन की बात : खादी की रेकॉर्ड बिक्री हुई है : नरेंद्र मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1