Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીએ ડિસેમ્બર બાદ ૨૦૦ કાર્યક્રમમાં હાજરી આપી : અહેવાલ

દેશમાં લોકસભાની ચુંટણી માટે ઝંઝાવતી ચુંટણી પ્રચારના પરિણામ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગળામાં તકલીફ ઉભી થઈ ગઈ છે છતાં મોદી જોરદાર પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે. મોદીની ઉર્જાને લઈને હંમેશા ચર્ચા રહે છે. મોદી દરરોજ બેથી પાંચ જનસભાઓ કરી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે હવે તેમના ગળામાં કેટલીક તકલીફ થઈ ગઈ છે. ગઈકાલે છેલ્લી પ્રયાગરાજની સભામાં તેમના ગળામાં ખરાબી થઈ હતી. ગુરૂવારના દિવસે છઠ્ઠા તબક્કામના મતદાન માટે ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પાંચ જનસભાઓ કરી હતી. સાંજે જોનપુરમાં રેલી યોજ્યા બાદ તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાનાર છે. મોદીની સત્તાવાર વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ ૨૫મી ડિસેમ્બર બાદથી મોદી ૨૦૦થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યા છે. આમાં મોટાભાગે ચુંટણી કાર્યક્રમો રહ્યા છે. ચુંટણી કાર્યક્રમોની જાહેરાત પહેલા જ મોદીએ ૧૦૦થી વધુ લોકસભા સીટોમાં આવરી લઈને પ્રચારમાં ભાગ લીધો હતો. આ ગાળા દરમિયાન તેઓએ ૧૦૦ થી વધુ પ્રોજેક્ટોનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ૨૦૧૪ની લોકસભા ચુંટણી દરમિયાન મોદીએ ચા પર ચર્ચા જેવા જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા. મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દેશમાં ૫૦૦થી વધારે રેલીઓ યોજી હતી. રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન પણ મોદીએ અવિરત પ્રચાર જારી રાખીને પાર્ટીની તરફેણમાં માહોલ સર્જવાના તમામ પ્રયાસો કર્યા હતા. આજે પણ મોદીના જુદા જુદા કાર્યક્રમો રહ્યા હતા. હરીફ પક્ષો પર દબાણ વધારવાના હેતુસર મોદી એક પછી એક ઝંઝાવતી કાર્યક્રમો કરી રહ્યા છે.

Related posts

રોનાલ્ડોની હેટ્રિકથી સ્પેન અને પોર્ટુગલ વચ્ચે મેચ ડ્રો

aapnugujarat

મોદીને માતા-પિતાએ સાચી વાત કરવાનું શીખવાડ્યું નથી : આરએલડી પ્રમુખ અજીતસિંહ

aapnugujarat

PM Modi inaugurates World Food India 2017

aapnugujarat

Leave a Comment

UA-96247877-1