Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા – ઉલ્ટીનાં ૧૬૫ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૧૬૫ અને ટાઈફોઈડના ૬૭ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૨૧ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ચાર દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૩૬ કેસ અને ઝેર મેલેરીયાના બે કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ચોથ મે ૨૦૧૯ સુધીમાં ૧૨૨૧૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો મે ૨૦૧માં ૨૦૮૭ સિરમ સેમ્પલની સામે ચોથી મે ૨૦૧૯ સુધીમાં ૭૪ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે.

Related posts

ઝાડા-ઉલ્ટીના ૧૮ દિનમાં ૨૬૮ કેસ થયા

aapnugujarat

નર્મદાના પાણી ઉદ્યોગો સુધી પહોંચ્યા પરંતુ ખેતરોમાં નહીં

aapnugujarat

ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર તથા સાહિત્યકારને આંતરરાષ્ટ્રીય સેવા રત્ન પુરસ્કાર

editor

Leave a Comment

UA-96247877-1