Aapnu Gujarat
રમતગમત

કિંગ્સ ઈલેવનનાં ખેલાડી વરૂણ ચક્રવર્તી ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર

કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે આઈપીએલની ૧૨મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. કિંગ્સ ઈલેવન પંજાબે એક નિવેદનમાં બુધવારે આ વાતને સમર્થન આપ્યું હતું. ફ્રેન્ચાઇઝી પ્રમાણે વરૂણ સિઝનની શરૂઆતમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી અને હવે તે ટીમના બાકીના મેચોમાં રમી શકશે નહીં. કિંગ્સ ઈલેવન પંજાબે કહ્યું કે, તમિલનાડુના નિસાવી વરૂણને રિલીઝ કરવામાં આવી રહ્યો છે અને તે ઘર પર રહેતા સ્વાસ્થ્યનો લાભ લેશે.
વરૂણને ૮.૪ કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમ સાથે જોડ્યો હતો. વરૂણને આ સિઝનમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. આ મેચ તેણે કોલકત્તા વિરુદ્ધ રમી જેમાં ૩ ઓવરમાં ૩૫ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે, ગત વર્ષે આઈપીએલ હરાજીમાં વરૂણ ચક્રવર્તી રાજસ્થાનના જયદેવ ઉનડકટની સાથે સંયુક્ત રૂપથી સૌથી મોંઘો વેંચાનાર ખેલાડી હતી.

Related posts

जापान ओपन : श्रीकांत, समीर पहले ही दौर से बाहर

aapnugujarat

दिल्ली कैपिटल्स के गेंदबाजी कोच रायन हैरिस दुबई पहुंचे

editor

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ રાશિદ ખાને કહ્યું : સુઇ પણ શકતો નથી

editor

Leave a Comment

UA-96247877-1