Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્માએ અમ્પાયર સાથે કર્યો અભદ્ર વ્યવહાર, બોર્ડે દંડ ફટકારી જવા દીધો

આઈપીએલમાં ભારતના સ્ટાર ક્રિકેટર્સ અમ્પાયરો સાથે ગેરવર્તણંક કરીને ખરાબ છાપ ઉભી કરી રહ્યા છે.પહેલા કોહલી, બાદમાં ધોની અને હવે રોહિત શર્માએ પણ આવી હરકત કરી છે.ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે રાતે રમાયેલી આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં કોલકાતાએ ઉભા કરેલા રનના પહાડ સામે મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર મોટી જવાબદારી હતી.જોકે રોહિત ૧૨ રનને અમ્પાયરે એલબીડબલ્યૂ આઉટ આપ્યો હતો.જેના પગલે રોહિતે ડીઆરએસની મદદ લીધી હતી.ડીઆરએસમાં પણ થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપ્યો હતો.નારાજ થયેલા રોહિતે મેદાન છોડતા પહેલા બેટ વડે સ્ટમ્પ પરની બેઈલ્સ પાડી નાંખી હતી.તેની સાથે સાથે તેણે અમ્પાયર પર પણ કોમેન્ટ કરી હતી.જોકે આ હરકત બદલ રોહિતની સોશ્યલ મીડિયા પર પણ ટીકા થઈ રહી છે.જોકે બોર્ડ દ્વારા મેચ ફીના ૧૫ ટકા દંડ કરીને રોહિતને બોર્ડે જવા દીધો છે.સવાલ એ છે કે , સ્ટાર ક્રિકેટરો સામે બોર્ડ મેચ પ્રતિબંધ જેવી આકરી કાર્યવાહી કેમ નથી કરતુ..યુવા ક્રિકેટરો પર તેમની હરકતો ખરાબ દાખલો બેસાડતી હોવા છતા બોર્ડ પૈસા અને પ્રસિધ્ધિ મેળવીને છકી ગયેલા ભારતના ક્રિકેટરો પર રહેમ નજર દાખવે છે.કદાચ આઈપીએલ ફ્રેન્ચાઈઝી નારાજ થાય તેવી બીકથી પણ બોર્ડ આકરા પગલા લેતા ખચકાતુ હશે.

Related posts

ख्वाजा और पैटिनसन पहले एशेज टेस्ट में खेलेंगे : कोच लेंगर

aapnugujarat

जसप्रीत बुमराह के दादाजी का शव साबरमती नदी में से मिला

aapnugujarat

पंत अगर गलतियों दोहराते रहेंगे तो खामियाजा भुगतना पड़ेगा : शास्त्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1