Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લોકસભા બાદ કરાશે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે માહોલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હવે ત્રણ સ્વતંત્ર નિરિક્ષકોની નિમણૂંક કરી છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ટીમે ચૂંટણી પંચને કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી લોકસભા ચૂંટણી બાદ ચૂંટણી કરાવી શકાય તેવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને રાજ્ય વહીવટીતંત્ર દ્વારા ટ્યુરિસ્ટ સિઝન, રમઝાન અને પહેલી જુલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને ટાંકીને કહ્યુ છે કે ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે યોજી શકાય છે. કેન્દ્રિય ચૂંટણી પંચે ૨૬મી એપ્રિલના દિવસે મહત્વપૂર્ણ બેઠક આ સંબંધમાં કરી હતી. જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કરાવવા માટે સુચન કર્યુ હતુ. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નવેમ્બર મહિનામાં કરાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમરનાથ યાત્રા માટે ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાની જરૂર છે. સુરક્ષા દળોની તૈનાતી કરવી પડશે. યાત્રા દરમિયાન હમેંશા હાઇ થ્રેટ એલર્ટ રહે છે. આના માટે વ્યવસ્થા ખુબ પહેલા કરવામાં આવે છે. ચૂંટણી પંચ જમ્મુકાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને આ સપ્તાહમાં અંતિમ નિર્ણય કરી શકે છે. જે ત્રણ નિષ્ણાંતોની નિમણૂંક કરવામાં આવી હતી તેમાં વર્ષ ૧૯૭૭ની બેંચના નિવૃત આઇએએસ અધિકારી નુર મોહમ્મદ, વર્ષ ૧૯૮૨ની બેંચના નિવૃત આઇએએસ અધિકારી વિનોદ જુત્શી અને વર્ષ ૧૯૭૨ની બેંચના નિવૃત આઇપીએસ અધિકારી એએસ ગીલ ચૂંટણી પંચને પોતાનો હેવાલ ૧૫મી એપ્રિલના દિવસે સોંપી દીધો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી વહેલીતકે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. નિરીક્ષકોના કહેવા મુજબ ૧૯મી મેના દિવસે લોકસભાની ચૂંટણી પરિપૂર્ણ થયા બાદ તરત જ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવશે તે વખતે સુરક્ષા દળોની ઉપલબ્ધતાના સંદર્ભમાં ચિતાનું સમાધાન પણ થઇ જશે. જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી રહી નથી. કારણ કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પંચને કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી માટે પુરતી સંખ્યામાં સુરક્ષા દળોની વ્યવસ્થા થઇ શકશે નહીં. અલબત્ત પંચને લખવામાં આવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બાદ સુરક્ષાના કારણોસર કોઇ તકલીફ રહેશે અને વિધાનસભાની ચૂંટણી સરળરીતે થઇ શકશે. એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રના પ્રસ્તાવને લઇને નિરીક્ષકોનો એક અભિપ્રાય રહ્યો છે. તેમના કહેવા મુજબ ૧૯મી મેના દિવસે લોકસભા ચૂંટણી પુરી થાય ત્યારબાદ તરત જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સ્તર વધુ મજબૂત કરી દેવામાં આવશે. ચૂંટણી માટે પુરતી સંખ્યામાં સુરક્ષા દળોની ઉપલબ્ધતા રહેશે. જૂન ૨૦૧૮માં ભાજપ અને પીડીપીની સરકારનું પતન થયા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર રહી નથી. જમ્મુ કાશ્મીરમાં ૧૯મી જૂનના દિવસે ૨૦૧૮માં ગવર્નર રુલ લાગૂ કરવામાં આવ્યો હતો અને ત્યાં ૧૯મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાયું હતું.

Related posts

ભાજપની ભૌજાઇ બની ગઇ મોંધવારી : હેમંત સોરેન

aapnugujarat

શારદા ચીટ ફંડ કૌભાંડ કેસમાં પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમાર સીબીઆઈ સમક્ષ હાજર થયા નહીં

aapnugujarat

વસતિના પ્રમાણમાં અનામત આપવાની નીતિશ કુમારની જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1