Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હેમંત કરકરે અંગે નિવેદન કરીને સાધ્વી પ્રજ્ઞા ફસાયા

ભોપાલની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઈના ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે જેના કારણે તેમની ચારેબાજુ ટિકા થઇ રહી છે. સાધ્વી પ્રજ્ઞા શહીદ હેમંત કરકરેના સંદર્ભમાં નિવેદન કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રજ્ઞાએ મુંબઈ એટીએસના વડા સ્વર્ગસ્થ હેમંત કરકરેને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી. સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓએ કરકરેને કહ્યું હતું કે, આપનો વિનાશ થશે. આ ગાળા દમરિયાન પ્રજ્ઞાએ કોંગ્રેસને પણ ઝાટકી કાઢતા કહ્યું હતું કે, આ પાર્ટી પર વિશ્વાસ રાખી શકાય નહીં. સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરેના નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હેમંત કરકરેને તેઓએ મુંબઈ બોલાવ્યા હતા. તેઓ એ વખતે મુંબઇ જેલમાં હતા. એ વખતે જે તપાસ કરવામાં આવી રહી હતી તેમાં ઘણી બધી દુવિધાઓ હતી. સુરક્ષા પંચના સભ્ય દ્વારા હેમંત કરકરેને બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પુરાવા નથી ત્યારે સાધ્વીને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે. પુરાવા નથી તો તેમને રાખવાની બાબત ખોટી છે. તેમને કસ્ટડીમાં રાખવાની બાબત ગેરકાયદે છે પરંતુ એ વ્યક્તિએ ક્હયું હતું કે, તેઓ કંઇપણ કરશે પરંતુ સાધ્વીને છોડશે નહીં. પ્રજ્ઞાએ આગળ કહ્યું હતું કે, તેમની આ ખોટી રણનીતિ હતી. દેશદ્રોહ કરી રહ્યા હતા. ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. એ વખતે આ પ્રકારની સ્થિતિ હતી. પુરાવા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ એ વખતે તેઓએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હેમંત કરકરેને પણ ભવિષ્યમાં નુકસાન થશે. હેમંત કરકરેના સર્વનાશની તેઓએ તે વખતે વાત કરી હતી. સાધ્વીએ કસ્ટડીના ગાળા દરમિયાન તેમના ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કસ્ટડીમાં તેમને ખરાબ ગાળો આપવામાં આવતી હતી જે તેના માટે સહન કરવા જેવી ન હતી.
થોડાક ગાળા બાદ આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું હતું જ્યારે કોઇના ઘરમાં મૃત્યુ થાય છે અથવા તો જન્મ થાય છે ત્યારે કેટલીક ચોક્કસ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. જે દિવસે તેઓ ગયા હતા એ જ દિવસે તેમના ઉપર ખરાબ ગાળો શરૂ થયો હતો. પ્રજ્ઞાએ કોંગ્રેસ ઉપર કાવતરા ઘડવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભગવાન રામના કાળમાં રાવણનો અંત થયો હતો. તેમનો અંત પણ સાધ્વીઓના ઇશારે થયો હતો જ્યારે દ્વાપર યુગનો દોર હતો ત્યારે કન્સનો અંત કરાયો હતો. તે વખતે પણ કંસે સંતોને જેલમાં નાંખી દીધા હતા. તે વખતે તેમના અભિષાપના લીધે જ કંસનો અંત થયો હતો. હવે કોંગ્રેસ પાર્ટીની હાલત પણ આવી જ બની ગઈ છે.

Related posts

રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા નથી માંગતો, ઉષા પતિ બની ખુશ છું : વેંકૈયા નાયડુ

aapnugujarat

AAP’s disgruntled MLA Alka Lamba resigns from primary membership of Aam Aadmi Party

aapnugujarat

પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસાનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1