Aapnu Gujarat
ગુજરાત

અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાનીનો વિજય નિશ્ચિત છે જેથી રાહુલને બીજી બેઠક પરથી ચૂંટણી લડવાની ફરજ પડી છે : ભરત પંડ્યા

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ઇલેકટ્રોનિક મીડિયાને સંબોધતા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે તેમજ ઇર્ષા અને વેરઝેરની ભાવના સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા ઉપર ‘ચોકીદાર ચોર હૈ’ જેવા નારા સાથે ખોટા આક્ષેપો કરે છે. ભાજપા ચોકીદાર શબ્દને ક્રિયાશીલ, કર્મશીલ અને ભાવનાત્મક રીતે લે છે. પોતાના કાર્યને પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરતો દેશનો પ્રત્યેક નાગરિક દેશનો ચોકીદાર છે. જેને દેશ માટે ગૌરવ હોય, જેની વિકાસયાત્રામાં ભાગીદારી હોય કે જે વ્યવસાય કે નોકરી કરી દેશની સેવા કરતો નાગરિક હોય તે પ્રત્યેક વ્યક્તિ દેશનો ચોકીદાર છે.

પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ૧૬મી માર્ચ, ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘મૈં ભી ચૌકીદાર’’ અભિયાનની શરૂઆત થઇ તે દિવસે આ અભિયાન સમગ્ર વિશ્વના સોશીયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પ્રથમ નંબરે ટ્રેન્ડીંગ કરી રહેલ હતુ. અત્યાર સુધીમાં આ અભિયાન ૩૦ લાખ રીટ્વીટ અને દોઢ કરોડ ઇમ્પ્રેશન્સ (પ્રતિસાદ) મેળવી ચૂકેલ છે. એક કરોડથી વધુ લોકોએ નમો એપ તેમજ સોશીયલ મીડિયામાં ‘મૈં ભી ચૌકીદાર’ હોવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વિવિધ બાબતો સૂચવે છે કે, દેશની જનતા  ચોકીદાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે અડીખમ ઉભી છે.

કોંગ્રેસને આડેહાથ લેતા પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આશરે ૪૮ વર્ષો સુધી દેશનું પ્રધાનમંત્રીપદ તેમજ આશરે ૪૧ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષપદ માત્ર ગાંધી પરીવાર પાસે જ રહ્યુ છે. સરકાર અને સંગઠન બંને પર વર્ષોથી કબજો રાખનાર ગાંધી પરીવારે જ્યારે બોફોર્સ, અગસ્તા વેસ્ટલેન્ડ, વાડ્રા જમીન ગોટાળા જેવા કૌભાંડો કર્યા હોય અને આજે નેશનલ હેરાલ્ડ કેસમાં જેઓ જામીન ઉપર બહાર હોય તેવા લોકો આજે પ્રમાણિક, પરિશ્રમી અને વિશ્વભરમાં દેશનું માન-સન્માન વધારનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી માટે જુઠ્ઠા આક્ષેપો કરી ચોર જેવા શબ્દ પ્રયોગ કરે છે. ગુજરાતના પનોતાપુત્રનું આ રીતે કરાયેલ અપમાન ગુજરાતની જનતા ક્યારેય નહી ભૂલે અને આવી મહાચોર કોંગ્રેસ પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ધૂળ ચાટતી કરી દેશે અને ભાજપાને ભવ્ય વિજય અપાવશે.

   પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા હતા કે, દિલ્હીથી ગરીબ માટે એક રૂપિયો મોકલીએ ત્યારે ગરીબના હાથમાં માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. અને આજે મોદીના શાસનમાં ૫.૪૩ લાખ કરોડ રૂપિયા ખેડુત, યુવા, મહિલા, ગરીબ, વંચિત તેમજ શોષીત નાગરિકોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. પારદર્શી સરકાર કેવી રીતે ચલાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રધાનમંત્રી મોદીએ પૂરુ પાડ્યુ છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠી ઉપરાંત કેરળથી ચૂંટણી લડવાની જાહેરાત થયાના વિષયે પંડ્યાએ જણાવ્યુ હતુ કે, અમેઠીમાં રાહુલ ગાંધીને હાર સ્પષ્ટ દેખાઇ રહી છે. આટલા વર્ષોથી અમેઠી બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી હોવા છતાં પણ અમેઠીનો યોગ્ય વિકાસ થયો નથી. જ્યારે બીજી તરફ સ્મૃતિ ઇરાનીજીએ છેલ્લા પાંચ વર્ષમાં અમેઠીનો સતત પ્રવાસ કરી જનતાના પ્રશ્નો ચિંતા કરી છે અને તે પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાનીજીનો વિજય નિશ્ચિત છે જેથી રાહુલ ગાંધીને બીજી બેઠક પરથી ચૂંટણી લડવાની ફરજ પડી છે.           

Related posts

मां के नाम के साथ जन्म प्रमाणपत्र जारी करने का आदेश : हाईकोर्ट

aapnugujarat

રૂપાણી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરેલ ફરિયાદ

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1