Aapnu Gujarat
બ્લોગ

લઘુત્તમ આવક રાહુલનો માસ્ટર સ્ટ્રોક બની રહેશે

કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો ૨૦ ટકા ગરીબોને લઘુતમ આવક યોજનાનો લાભ આપવામાં આવશે.
પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, ગરીબોની આવક વાર્ષિક સરેરાશ રૂ. ૭૨ હજાર કરવામાં આવશે, જેનો લાભ પાંચ કરોડ પરિવારોને મળશે.અહેવાલ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ માસિક રૂ. આઠ હજાર કમાતી હોય તો તેને રૂ. ચાર હજાર અને જો રૂ. છ હજાર કમાતી હોય તો તેને વધારાની રૂ. છ હજારની રકમ આપવામાં આવશે.ગાંધીએ ઉમેર્યું હતું કે ગરીબી ઉન્મૂલનની દિશામાં મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ) બાદ બીજું મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે ગત પાંચ વર્ષ દરમિયાન નાગરિકોએ ખૂબ જ વેઠ્યું છે અને તેમને ’ન્યાય’ (ન્યૂનતમ આય યોજના) અપાવવાની જરૂર છે.રાહુલ ગાંધી કાલે બોલી ગયા કે ગરીબોને અમારી પાર્ટી વર્ષે ૭૨૦૦૦ આપશે. ત્યારથી જ ભાજપા નેતાઓનાં આવેદવો આવવાનું શરૂ થયુ છે. એમા અરૂણ જેટલીનો પણ સમાવેશ થાય છે.
ગરીબોને ૭૨ હજાર રૂપિયા વાર્ષિક ધોરણે આપવાના વાયદા પર નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસે દર વખતે યોજનાઓના નામે લોકો સાથે કપટ અને દગો કર્યો છે. આગળ બોલ્યાં કે કોંગ્રેસનો ઇતિહાસ ગરીબી હટાવવાના નામે માત્ર રાજનીતિક વ્યવસાય કરવાનો રહ્યો છે. કોંગ્રેસે લોકોની ગરીબી દૂર કરવા માટે ક્યારે તેમને સંસાધન આપ્યા નથી. માત્રને માત્ર દગો જ કર્યો છે.
જેટલી આટલેથી ન અટકતા આગળ કહ્યું કે, ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં ગરીબી હટાવવાના નામે ચૂંટણી જીતી હતી. પરંતુ ગરીબી હટાવવા માટે શું કર્યુ? તેમને અર્થવ્યવસ્થાને સુધારવાના નામે કોઈ કામ જ નથી કર્યું. તેમને માત્ર ગરીબીમાં વધારો કર્યો છે. નીચલા સ્તરના લોકોને ઉપર લાવવા માટે કોઈ કામ કર્યું નહોતું. પરંતુ હાં, ઉપરના લોકોને નીચે લાવી ગરીબી વિતરણનું કામ કર્યું હતું.
આ સિવાય જેટલીએ મનરેગા વિશે પણ બે બોલ કહ્યાં કે મનરેગામાં વાર્ષિક ધોરણે ૪૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનો વાયદો હતો અને ખર્ચ થતા હતા ૨૮ હજાર કરોડ. એમાં પણ મૂડી કેન્દ્રથી રાજ્ય અને રાજ્યથી જિલ્લા અને અન્ય કેટલાક લિંક્સથી પસાર થઈને જતી હતી.
આના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગરીબને કેટલા રૂપિયા મળતા હશે. અને હવે એ જ પાર્ટી ગરીબોને લલચાવવા માટે પોકળ વાયદાઓ કરવા માટે આવી છે.
જેટલીએ કહ્યું કે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી વખતે પણ ખેડૂતોના ઋણ માફ કરવાની વાત કહી હતી. આ માટે કર્ણાટકમાં ૨૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા, મધ્યપ્રદેશમાં ૩૦૦૦ કરોડ રૂપિયા અને પંજાબમાં ૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. કોંગ્રેસના વાયદા માત્ર ચૂંટણી સુધી છે સંસાધન આપવાના નથી.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી ચૂંટણી પહેલાં જ દેશના ગરીબ પરિવારોને વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું, કૉંગ્રેસ ૨૧મી સદીમાં દેશમાંથી ગરીબી હટાવવા માગે છે, જેથી કૉંગ્રેસ સત્તામાં આવી તો લઘુત્તમ આવક યોજના લાગુ કરશે.તેમણે દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને પ્રતિમાસ ૬,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ યોજના માટે પૈસા ક્યાંથી આવશે અને એ વિશે તમે કોઈ વિચાર કર્યો છે ખરો?જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ યોજના અંગે છેલ્લા ચાર-પાંચ મહિનાથી અભ્યાસ થઈ રહ્યો હતો અને વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી છે.
કૉંગ્રેસ આને એક તરફ ઐતિહાસિક યોજના ગણાવી રહી છે, પરંતુ આ મામલે કેટલાક સવાલો પણ ઊભા થયા છે. આ સ્કીમનો ઉદ્દેશ દરેક વ્યક્તિની આવક ૧૨,૦૦૦ રૂપિયા કરવાનો છે.તેનો મતલબ છે કે કોઈ વ્યક્તિની આવક ૮૦૦૦ રૂપિયા છે, તો તેને સરકાર તરફથી ૪૦૦૦ રૂપિયા પ્રતિમાસ મળશે.
તો જો કોઈ વ્યક્તિ રૂપિયા ૨૦૦૦ કમાય છે તો તેને સરકાર તરફથી ૧૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે.રાહુલ ગાંધીની સ્કીમના આધારે એક વ્યક્તિ માટે ૭૨ હજાર રૂપિયા રિઝર્વ કરવામાં આવ્યા છે.લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારની યોજના જાહેર થવી, તે મનમાં ઘણા સવાલ ઊભા કરે છે. જેમ કે આવું ખરેખર શક્ય બની શકે છે?
રાહુલ ગાંધીની જાહેરાતને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કૉંગ્રેસની હારનો સંકેત ગણાવ્યો છે.તેમણે કહ્યું, જો તમારી હાર પાક્કી હોય તો તમે લોકોને ચંદ્ર આપવાનો પણ વાયદો કરી શકો છો. તેને ગંભીરતાથી કોણ લેશે?
આ સવાલના જવાબમાં રાજકીય વિશ્લેષક કહે છે, મોદી સરકારે દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરી હતી. તેની સરખામણીએ ૭૨ હજાર રૂપિયા વાર્ષિક આપવા વાજબી લાગે છે.પણ પછી તેના પર ગંભીરતાથી વાત થવી જોઈએ. ચૂંટણી જીત્યા પછી મુદ્દો ભટકી ન જાય તે પણ જોવું જોઈએ.આવી જાહેરાત મામલે સવાલ એ પણ ઊભો થાય છે કે યોજના લાગુ કરવા માટે પૈસા ક્યાંથી આવશે?
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું, અમે ચાર-પાંચ મહિનાથી અભ્યાસ કરી રહ્યા છીએ. અમે દુનિયાના અર્થશાસ્ત્રીઓ સાથે વાત કર્યા બાદ આ યોજના તૈયાર કરી છે. અમારી પાસે બધી જ ગણતરી છે.
સરકારી યોજના ચૂંટણી પછી જુમલો ન બની જાય તેવી હોવી જોઈએ.વર્લ્ડ બૅન્કના આંકડા અનુસાર દેશના ૮૭ કરોડ લોકો આર્થિક રીતે સમૃદ્ધ નથી. તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની યોજના લાગુ થવી જોઈએ. પરંતુ સાથે સાથે આવી જાહેરાતો સાથે પાર્ટીઓએ એ પણ જણાવવું જોઈએ કે આર્થિક રીતે તમે આ મોડલને કેવી રીતે લાગુ કરશો.જો સરકાર બની તો પાંચ વર્ષ પછી યોજનામાં સફળતા કેટલી મળી તેના આંકડા પણ રજૂ થવા જોઈએ.મનમોહનસિંઘના શાસનકાળમાં મનરેગા યોજના લાગુ કરવામાં આવી હતી અને તેને સફળતા પણ મળી હતી. પરંતુ એક યોજનાની સફળતાના આધારે બીજી યોજના જાહેર કરવી તે યોગ્ય નથી.મોદી સરકારે બજેટમાં દરેક ખેડૂતને ૬૦૦૦ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી હતી. તેમાંથી ૧૫૦૦ રૂપિયા ભાજપ સરકારે ખેડૂતોને ચૂંટણી પહેલાં જ આપી દીધા.આ મુદ્દે કૉંગ્રેસનું કહેવું હતું કે આ મતદાતાઓને લાંચ છે. ત્યારે કૉંગ્રેસે વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાની વાત કરી છે તો શું તે લાંચ નથી?આ મુદ્દા પર સૌથી મોટો સવાલ છે એ ૨૫ કરોડ લોકોની ઓળખ, જેઓ યોજનાના લાભાર્થી બની શકે છે.પણ તે લોકોને ઓળખવા કેવી રીતે?
આ અંગે અર્થશાસ્ત્રી જયેન્દ્ર તન્નાનું કહેવું છે, આ જાહેરાતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ નથી કરાયો. આ માત્ર એક ચોક્કસ વર્ગને ફાયદો કરાવવાની ગણતરી હોય તેવું લાગી રહ્યું છે.૧૩૦ કરોડ જનતામાંથી ૨૫ કરોડ લોકોને રૂપિયા આપવાનું કેમ નક્કી કરાયું? તેનાથી પણ નીચલા વર્ગના ગરીબ દેશમાં છે.
જયેન્દ્ર તન્નાનું માનવું છે કે ૧૩૦ કરોડ જનતામાંથી ૨૫ કરોડ લોકોને ઓળખવા એક અઘરું કામ છે.
સવાલ એ ઊભો થાય છે કે ૨૫ કરોડ લોકોને ઓળખવા કેવી રીતે? સરકારે લોકોને આધાર કાર્ડ આપ્યા છે, બીપીએલ કાર્ડ છે પણ તે છતાં તે પૈસાની હકદાર વ્યક્તિને ઓળખવી સહેલી નથી.જો દેશની ૫૦% વસતી ગરીબ હોય તો તેના હિસાબે દેશના ૬૦ કરોડ લોકો ગરીબ છે. તેમાંથી ૨૫ કરોડ લોકોને નક્કી કરવા કઈ રીતે શક્ય છે?માત્ર ભારતના નાગરિક હોવાથી કોઈ ગરીબને પૈસા મળે તેવું ન હોઈ, મહેનત કરતા લોકોને રકમ આપવી જોઈએ અને એ લોકોની ઓળખ કરવી સહેલી નથી.
બીજી તરફ અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહનું માનવું છે કે આ યોજના લાગુ કરવામાં કોઈ વાંધો નથી.સરકાર પાસે બીપીએલ કાર્ડની મદદથી પહેલાંથી જ ગરીબ લોકોની યાદી છે.બેઝીક ઇનકમની યોજના યૂરોપના દેશોમાં પણ અપનાવવામાં આવી છે. અને જો એ યોજના આપણે ત્યાં પણ અપનાવવામાં આવે તો તે ખૂબ સારું રહેશે.સરકાર માટે પણ ૨૫ કરોડ લોકોને વાર્ષિક ૭૨ હજાર રૂપિયા આપવા તે કોઈ મોટી બાબત નથી.અનુમાન લગાવવામાં આવે તો આટલી મોટી સ્કીમને લાગુ કરવા માટે આશરે ૩ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.રાહુલ ગાંધીના વાયદા મામલે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે રાહુલ ગાંધીની ઘોષણાની ટીકા કરી છે.તેમણે ટ્‌વીટ કર્યું છે, ચૂંટણી જીતવા માટે જે પ્રકારની ઘોષણાએ પહેલાં કરવામાં આવતી હતી, તેવી જ આ વખતે કરવામાં આવી છે. કૉંગ્રેસ અધ્યક્ષે જે યોજનાની ઘોષણા કરી છે તેનાથી નાણાકીય નુકસાન વધશે, કામ ન કરવા પ્રત્યે લોકોનું વલણ વધશે અને આ યોજના ક્યારેય લાગુ થઈ શકશે નહીં.અન્ય એક ટ્‌વીટમાં રાજીવકુમારે લખ્યું કે મિનિમમ ઇનકમ ગૅરન્ટીની યોજના દેશના જીડીપીનો ૨% ભાગ લેશે અને કુલ બજેટનો ૧૩% ભાગ તેમાં જતો રહેશે. તેનાથી દેશની જનતાની વાસ્તવિક જરુરિયાતો પૂર્ણ થઈ શકશે નહીં.રાજીવકુમારે ત્રીજી વખત ટ્‌વીટ કરીને લખ્યું કે કૉંગ્રેસ પાર્ટીએ ૧૯૭૧માં ગરીબી હટાઓનો વાયદો કર્યો હતો.વર્ષ ૨૦૦૮માં વન રેન્ક વન પેન્શનનો વાયદો કર્યો. વર્ષ ૨૦૧૩માં ખાદ્ય સુરક્ષાનો વાયદો કર્યો પરંતુ તેમાંથી એક વાયદો પણ પૂરો થયો નથી.આવો જ વાયદો ફરી એક વખત કરવામાં આવ્યો છે.

Related posts

कश्मीर की यह एतिहासिक ईद

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

નવું વર્ષ એટલે નવો રસ્તો કંડારવાનો અવસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1