Aapnu Gujarat
મનોરંજન

અથિયા શેટ્ટી મોતિચુર ચકનાચુરમાં ચમકશે : રિપોર્ટ

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટી પાસે વધારે ફિલ્મ આવી રહી ન હતી. જો કે હવે લાંબા સમય બાદ તેને એક ફિલ્મ હાથ લાગી છે. જેમાં તે લીડ રોલ કરવા જઇ રહી છે. મોતિચુર ચકનાચુર નામની ફિલ્મ તેને હાથ લાગી છે. ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તેને હવે કેરિયરમાં આગળ વધવા માટે મોટા સ્ટાર સાથે એક હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જો કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત નથી. ગળા કાપ સ્પર્ધા હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે વધુ ફિલ્મો કરવાને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી જુદી જુદી જાહેરખબરમાં પણ કામ કરી રહી છે. તે કેટલીક વિદેશી મેગેઝીનમાં કવર પર ચમકી ચુકી છે. તેનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી હતી. અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.
અનીસ બાજમી દ્વારા નિર્દેશિત ફિલ્મ હિટ સાબિત થઇ હતી. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિકિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

Related posts

‘मणिकर्णिका’ के रिलीज पर कंगना ने तोड़ी चुप्पी

aapnugujarat

આશુતોષની ફિલ્મમાં રાધિકા આપ્ટેને લેવા કરાયેલો નિર્ણય

aapnugujarat

अक्षय कुमार के साथ काम करना घर वापसी जैसा है : कटरीना कैफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1