Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગ્રેચ્યુટી પર ટેક્સ છુટછાટને વધારી બે ગણી કરાઇ

કેન્દ્ર સરકારે ગેચ્યુટી માટે ટેક્સ છુટછાટ માટેની મર્યાદાને બેગણી કરીને ૨૦ લાખ કરી દીધી છે. આના કારણે એવા લાખો પગારદાર કર્મચારીઓને ફાયદો થશે જે હવે નિવૃત થવા જઇ રહ્યા છે અથવા તો ૧૨ મહિના પહેલા સુધી નિવૃત થઇ ચુક્યા છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા આજે ટ્‌વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. જેટલીએ ટ્‌વીટ કરીને વધુમાં કહ્યુ છે કે ઇન્કમ ટેક્સના સેક્શન ૧૦ (૧૦) હેઠળ ગ્રેચ્યુટી પર આવકવેરા છુટછાટની સમયમર્યાદાને વધારીને ૨૦ લાખ કરવામાં આવી છે. આના કારમે જાહેર ક્ષેત્રના તમામ કર્મચારીઓને ફાયદો થશે. જો કે સરકારે હજુ સુધી આ માહિતી આપી નથી કે કઇ તારીખથી ટેક્સ છુટછાટ લાગુ કરવામાં આવનાર છે. ગ્રેચ્યુટી એક્ટ એવા તમામ કર્મચારીઓ પર લાગુ કરવામાં આવે છે જે એવા સંગઠનમાં કામ કરે છેજ્યાં એક વર્ષમાં ૧૦ અથવા તો વધારે કર્મચારીઓને નોકરીમાં રાખવામાં આવે છે. ટેક્સ છુટછાટની મર્યાદા વધારી દેતા પહેલા તમામ કર્મચારીઓએ માટે ટેક્સ છુટછાટની સમય મર્યાદાને બે ગણી કરવાની બાબતને લઇનવે કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે ૨૯મી માર્ચ ૨૦૧૮થી તેને અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ ૧૧ મહિના પછી ટેક્સ છુટછાટની જાહેરાત કરવામાં આવી છે. જો કે લાખો કર્મચારીઓ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. આના કારણે એવા લોકો પર કાગળની કાર્યવાહીનો બોજ વધશે જે ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી નિવૃત થઇ ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે વચગાળાના બજેટમાં ગ્રેચ્યુટી પર ટેક્સ છુટછાટની મર્યાદા વધારીને ૨૦ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

ફ્રોડ કરનાર ફરાર દોષિતોની બધી સંપત્તિને હવે જપ્ત કરાશે : અતિ કઠોર જોગવાઈ ધરાવતું બિલ લોકસભામાં રજૂ

aapnugujarat

प्रधानमंत्री किसान सम्मान निधि योजना: पांच लाख किसानों को मिले दो-दो हजार रुपए

aapnugujarat

કોંગી મહાભિયોગને રાજનીતિક હથિયાર બનાવે છે : નાણાંમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1