ફ્રોડ કરનાર ફરાર દોષિતોની બધી સંપત્તિને હવે જપ્ત કરાશે : અતિ કઠોર જોગવાઈ ધરાવતું બિલ લોકસભામાં રજૂ

Font Size

નિરવ મોદીને આવરી લેતા પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને જુદી જુદી તપાસ સંસ્થાઓ આક્રમક પગલા લઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે પણ આને લઇને આક્રમક તૈયારી કરી છે. આ પ્રકારના બનાવો અને કૌભાંડ ફરી ન સર્જાય તે માટે સરકારે આજે ખુબ જ કઠોર બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ડિફોલ્ટરો અને ફરાર થઇ ગયેલા શખ્સો સામે સકંજો મજબૂત કરવામાં આવશે. આ બિલમાં તેમની પાસેથી દેવાની વસુલી કરવા માટે લોન ડિફોલ્ટરો અને ફરાર થઇ ચુકેલા છેતરપિંડી કરનાર લોકોની તમામ સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ફગીટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ ૨૦૧૮નો મુખ્ય હેતુ નિરવ મોદી જેવા ફરાર દોષિતોની તમામ સંપત્તિ વેચી મારવા અથવા તો જપ્ત કરવાની જોગવાઈ કરવાનો છે. નિરવ મોદી પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૨૭૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે છે. આ કાયદા મારફતે હવે ડિફોલ્ટરો ઉપર સકંજો મજબૂત કરવામાં આવશે. ૧૦૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુની બાકી રકમ હોવા છતાં ફરાર થઇ ગયેલા શખ્સો ઉપર સકંજો મજબૂત કરવામાં આવશે. ભારતના કાયદાની પ્રક્રિયાને ટાળીને હજુ સુધી અપરાધીઓ વિદેશમાં ફરાર થઇ જતાં હતા. ભારતીય કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર રહીને આ ગુનેગારો કાયદા સાથે રમત રમતા રહ્યા છે. હવે તેમની સંપૂર્ણ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. આ બિલના કારણો અને બિલમાં રહેલી જોગવાઈઓ અંગે વિસ્તારપૂર્વક માહિતી પહેલાથી જ રજૂ કરવામાં આવીચુકી છે. ફોજદારી કાર્યવાહીની જોગવાઈ પણ આમા રાખવામાં આવી છે. ભારતીય કોર્ટ તરફથી આવા અપરાધીઓ દૂર રહેવાની સ્થિતિ તેમની સામે તપાસ જારી રહેશે. આર્થિક ગુનાઓના મોટાભાગના કેસોમાં બેંક લોનની ફેર ચુકવણી નહીં થવાના કેસ વધારે રહેલા છે જેના લીધે ભારતમાં બેંકિંગ સેક્ટરની હાલત કફોડી બનેલી છે. આ પ્રકારની સમસ્યાઓને હાથ ધરવા માટે હાલમાં રહેલા કાયદામાં પુરતી જોગવાઈ રહેલી નથી. આવી સ્થિતિમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં કઠોર કાર્યવાહીની જોગવાઈ સાથે સાથે સંપત્તિ જપ્ત કરવા સુધીની જોગવાઈ રખાઈ છે. સૂચિત બિલ મુજબ ફરાર આર્થિક અપરાધીની પરિભાષા પણ નક્કી કરાઈ છે. જેમાં ૧૦૦ કરોડ અથવા તો તેનાથી ઉપરની રકમને આવરી લેતા ગુનાઓ કરનાર વ્યક્તિગતના મામલામાં કટોર કાર્યવાહી થશે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *