Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવાઈ હુમલાને લઇ કોંગી નેતાઓના આડેધડ પ્રશ્નો

ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના અડ્ડા પર ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ આને લઇને રાજનીતિ વધારે તીવ્ર બની ગઈ છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ઇન્ટરનેશનલ મિડિયાના રિપોર્ટને રજૂ કરીને વડાપ્રધાન મોદી પાસેથી જવાબની માંગ કરી છે. ઇન્ટરનેશનલ મિડિયામાં કહેવામાં આવ્યું છે કે, કોઇ ત્રાસવાદીના મોત થયા નથી. આના ઉપર જવાબ મળે તે જરૂરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સપાટી ઉપર આવ્યા બાદ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધૂએ પણ સેનાના રાજનીતિકરણ બંધ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. મોદીએ ગઇકાલે પટણામાં એનડીએની રેલીમાં હવાઈ હુમલાને લઇ પુરાવા માંગવા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષના આવા નિવેદનોના કારણે પાકિસ્તાની લોકો ખુશ થઇ રહ્યા છે. સિબ્બલે ટિ્‌વટમાં કહ્યું હતું કે, ન્યુયોર્ક ટાઇમ્સ, લંડન સ્થિત જેન ઇન્ફોર્મેશન ગ્રુપ, વોશિંગ્ટન પોસ્ટ, ડેઇલી ટેલિગ્રાફ, દ ગાર્ડિયન જેવા ઇન્ટરનેશનલ મિડિયામાં આવેલા અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, બાલાકોટમાં આતંકવાદીઓને કોઇ નુકસાન થયું નથી. કપિલ સિબ્બલે ટિ્‌વટ કરીને કેન્દ્ર સરકાર પર ત્રાસવાદીના મામલે રાજનીતિકરણનો પણ આક્ષેપ કર્યો હતો. ઇન્ટરનેશનલ મિડિયા પાકિસ્તાની સમર્થન કરે છે કે, કેમ તેવો પ્રશ્ન પણ સિબ્બલે કર્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય મિડિયા પાકિસ્તાનની સામે બોલે છે ત્યારે અમે ખુશ થયા છીએ. ચિદમ્બરમે પણ કહ્યું હતું કે, ભારતીય હવાઈ દળના વાઈસ એરચીફ માર્શલે પણ મોતના આંકડાને લઇને ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ નાગરિક અથવા સૈનિકોના મોત થયા નથી તો આંકડો ૩૫૦ કેમ આપી દેવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ અમિત શાહે ગઇકાલે અમદાવાદમાં કહ્યું હતું કે, હવાઈ દળે હવાઈ હુમલામાં ૨૫૦થી પણ વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સિદ્ધૂએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, સેનાના રાજનીતિકરણને બંધ કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, અમેરિકાએ જે રીતે બિન લાદેનની સામે કાર્યવાહીના પુરાવા રજૂ કર્યા હતા તેવી જ રીતે પુરાવા જારી કરવા જોઇએ.
સિંહે કહ્યું હતું કે, તેઓ સેનાની કાર્યવાહીને લઇને પ્રશ્નો કરી રહ્યા નથી. આ ટેકનોલોજીનો યુગ છે. સેટેલાઇટના માધ્યમથી તમામ ફોટાઓ આવી જાય છે. અમેરિકાએ લાદેનના સંદર્ભમાં સમગ્ર વિશ્વને પુરાવા આપ્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વિદેશી મિડિયામાં જણાવવામાં આવ્યું છે કે, હવાઈ હુમલામાં વધારે નુકસાન થયું નથી. કોંગ્રેસના નેતાઓના આ પ્રકારના આડેધડ પ્રશ્નો તેમની હતાશા દર્શાવે છે જ્યારે હવાઈ હુમલા કરવામાં આવ્યા ત્યારે હવાઈ હુમલાના દિવસે જ પાકિસ્તાની વિસ્તારમાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સો નજરે પડી હતી. જૈશે મોહમ્મદે પોતે કેમ્પ ઉપર હુમલા થયા હોવાની વાત સ્વીકારી છે. ભારે નુકસાન થયાની વાત પણ સ્વીકારી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસી નેતાઓના પ્રશ્નો હકીકતમાં પાકિસ્તાની મિડિયાને ખુશ કરે તે પ્રકારના દેખાઈ આવે છે.

Related posts

तेज प्रताप यादव ने दिया शत्रुघ्न सिन्हा को RJD में शामिल होने का न्याता

aapnugujarat

मोबाइल ऐप्लिकेशन के लिए इंटरनेट की आवश्यकता नहीं होगी : RBI

aapnugujarat

लालू की जमानत याचिका पर टली सुनवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1