Aapnu Gujarat
ગુજરાત

અખિલ ગુજરાત શાળા ફૂટબોલ લીગ ફાઇનલમાં અમદાવાદની હીરામણી સ્કૂલની ટીમ વિજેતા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ગુજરાત સ્કૂલ ફૂટબોલ લીગની ફાઇનલ મેચ રોઝરી સ્કૂલ, વડોદરા ખાતે રમાઇ હતી જેમાં હીરામણી સ્કૂલ, અમદાવાદ પ્રથમ ક્રમાંકે વિજેતા બની હતી, જ્યારે રોઝરી સ્કૂલ, વડોદરા રનર્સ અપ બની હતી. બરોડા હાઇસ્કૂલ, અલકાપુરીએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રોઝરી સ્કૂલના ફાધર તેમજ એસ.એ.જી.ના ઓબ્ઝર્વર-ફૂટબોલ કોચ શ્રી નિલેષ પટેલ તેમજ રોઝરી સ્કૂલના ફૂટબોલ પ્રેમીઓએ આ મેચ નિહાળી હતી. વિજેતા ટીમોને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે ૫,૦૦,૦૦૦/-, ૩,૫૦,૦૦૦/- તેમજ ૨,૫૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વડોદરાના સિનિયર કોચશ્રી જયેશ ભાલાવાલાએ જણાવ્યુ છે.

Related posts

गुजरात में पहले चरण के लिए १७०३ फोर्म भरे गए

aapnugujarat

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

aapnugujarat

લોકરક્ષક પરીક્ષાના પેપરની પ્રિન્ટીંગ એજન્સીને બદલાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1