Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વન્દે એક્સપ્રેસ હાઈ સ્પીડ ટ્રેનને લીલીઝંડી

દેશની સૌથી ઝડપી ટ્રેન ગણાતી ટ્રેન-૧૮ને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી. વન્દે ભારત ટ્રેનનુ નામ ટી ૧૮ પણ રાખવામાં આવ્યુ છે. હાલ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલી રહી છે.
આ ટ્રેનની ગતિ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. વચ્ચે આ ટ્રેન પ્રયાગરાજ અને કાનપુર ખાતે રોકાશે. દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એટલે કે ટ્રેન-૧૮ને આજે સવારે લીલીઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેનમાં અનેક નવી સુવિધાઓ છે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની પ્રથમ સેમિ હાઈસ્પીડ ટ્રેન છે જેને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આજે લીલીઝંડી આપવામાં આવી હતી. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિરાશાના માહોલમાં અને દેશમાં લોકોના આક્રોશ વચ્ચે સાદા કાર્યક્રમ વચ્ચે લીલીઝંડી આપવામાં આવી હતી. રેલવેમંત્રી પીયુષ ગોયેલ અને રેલવે બોર્ડના સભ્યો ઉદ્‌ઘાટન પ્રવાસમાં ટ્રેનમાં બેઠા હતા. વંદે ભારત એક્સપ્રેસની પાછળ ડિઝાઇનરો અને એન્જિનિયરોની મહત્વની ભૂમિકા રહેલી છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, અમારી ગંભીરતા અને છેલ્લા સાડા ચાર વર્ષમાં સખત પરિશ્રમના લીધે આ બાબત શક્ય બની છે અને રેલવેની સ્થિતિ સુધરી શકી છે. ટ્રેન માટે બુકિંગની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.
અલબત્ત આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. વંદે ભારત એક્સપ્રેસ અથવા તો ટ્રેન-૧૮માં દિલ્હીથી વારાણસી વચ્ચે એસી ચેર કારમાં ભાડુ ૧૮૫૦ રૂપિયા છે. જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસમાં ભાડુ ૩૫૨૦ રૂપિયા છે. જેમાં કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે. વિશ્વસનીય સુત્રો દ્વારા આ અંગેની માહિતી આપી છે. વાપસીના ગાળા દરમિયાન ચેરકાર ટિકિટની કિંમત ૧૭૯૫ રૂપિયા છે. જ્યારે એક્ઝીક્યુટીવ કારના યાત્રીઓને ૩૪૭૦ રૂપિયા છે.. વંદે ભારત એક્સપ્રેસમાં ચેરકારનું ભાડુ શતાબ્દીના ચેરકારની સરખામણીમાં ૧.૫ ગણો છે અને એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડા એસી ફર્સ્ટ ક્લાસથી ૧.૪ ગણો વધારે છે.
આ સેમી હાઈસ્પીડ ટ્રેનને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપી હતી. ટ્રેનમાં બે બોગી રાખવામાં આવી છે જેમાં એક્ઝિક્યુટીવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ થાય છે. બંને કેટેગરી માટે ભોજનની કિંમત અલગ અલગ રાખવામાં આવી છે.
આ માર્ગ ઉપર હજુ સુધી દોડનાર તે સૌથી મોટી ટ્રેન રહેશે. આ યાત્રા ૮ કલાકમાં પૂર્ણ થશે. ધીમે ધીમે ટ્રેન ૧૮ને શતાબ્દીની જગ્યાએ દેશભરમાં શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા વારાણસી રુટ ઉપર આ ટ્રેનને દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકાય છે. ચેયરકાર ટિકિટનું ભાડુ ૧૭૬૦ રૂપિયા રહેશે.

Related posts

કર્ણાટકમાં ખાતાની ફાળવણી મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદઃ કુમારસ્વામી

aapnugujarat

आतंकवाद को समर्थन देना पाक की राष्ट्रीय नीति : डोभाल

aapnugujarat

યુપીને મેડિકલ ટ્યુરિઝમના હબ બનાવવા જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1