Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડી ગેંગના કુખ્યાતો ઉપર નજર કેન્દ્રિત

ડોન રવિ પુજારીની સેનેગલમાંથી હાલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેને ભારત લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય તપાસ સંસ્થાઓ દ્વારા ડી ગેંગ ઉપર હવે નજર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. ટૂંકમાં જ વિદેશોમાં રહેલા કુખ્યાત શખ્સોને પકડી પાડવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વધારે સક્રિય દેખાઈ રહ્યા છે. ડી કંપનીના લોકો પાકિસ્તાનમાં છુપાયેલા છે જેમાં દાઉદ ઇબ્રાહિમ ઉપરાંત અનિષ, છોટા શકીલ, ફાઈમ મચમચનો સમાવેશ થાય છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનમાં રહેતા લોકોના સરનામા જારી કરવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાને હંમેશા આનો ઇન્કાર કર્યો છે. બીજી બાજુ ડી કંપનીના એક શૂટર મુન્ના ઝિંગાડાના પ્રત્યાર્પણ સાથે જોડાયેલો કેસ બેંગકોકની નિચલી અદાલતમાં જીતી ચુકી છે. ૨૨મી જાન્યુઆરીના દિવસે સેનેગલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ રવિ પુજારીને ભારત લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેનું અસલી નામ એન્થોની ફર્નાન્ડિઝ છે. જુદા જુદા ક્રાઇમ સાથે જોડાયેલા લોકોને ભારત લાવવા માટેના પ્રયાસ હવે થઇ રહ્યા છે. કુખ્યાત શખ્સોને પકડી પાડવા માટે ભારતીય તપાસ સંસ્થાઓએ વિદેશમાં જાળ બિછાવી છે. આ જાળમાં કેટલાક શખ્સોને ફસાવી લેવામા ંઆવ્યા બાદ હાલના સમયમાં ભારતમાં લાવવામાં આવ્યા છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના વચેટિયા મિશેલને ભારત લાવવામાં સફળતા મળી ચુકી છે. આ ઉપરાંત અન્ય આરોપી લોકોને પણ ભારત લાવવામાં આવી ચુક્યા છે. જે ડોન વિદેશમાં બેઠા છે તેમાં એક ગુરૂ સાટમ પણ છે. સાટમ પહેલા છોટા રાજનની સાથે કામ કરતો હતો. ગયા મહિનામાં જ તેના એક ખાસ માણસને મુંબઇ પોલીસે પકડી પાડ્યો હતો. જેની ઓળખ કૃષ્ણ કુમાર તરીકે કરવામાં આવી હતી. જે સાટમના હવાલા કારોબારને સંભાળી રહ્યો હતો. તે હોંગકોંગના રસ્તે આ ડોનને દક્ષિણ આફ્રિકામાં રકમ પહોંચાડી રહ્યો હતો.
જો કે વિદેશમાં ગુરૂ સાટમ કરતા વધારે સક્રિય પ્રસાદ પુજારી છે. અંડરવર્લ્ડની માહિતી ધરાવતા નિવૃત એસીપી પ્રફુલ્લ ભોસલેએ કહ્યુ છે કે પ્રસાદ પુજાર વિક્રોલીનો છે. તે પહેલા કુમાર પિલ્લે માટે કામ કરતો હતો. ત્યારબાદ તે તેનાથી અલગ થઇ ગયો હતો. તેને પોતાની અલગ ગેંગ ઉભી કરી હતી. અલગ થયા બાદ તે થોડાક સમય સુધી બંટી પાન્ડે અને રવિ પુજારી માટે કામ કરતો હતો. એજાજ લકડાવાલા પણ અંડરવર્લ્ડમાં લાબા સમયથી છે. તે વિદેશમાં બેસીને મુંબઇમાં વેપારીઓને ધાક ધમકી આપતો રહે છે. રવિ પુજારી પણ પહેલા છોટા રાજનની સાથે કામ કરતો હતો. એ ગાળા દરમિયાન વિજય શેટ્ટી, હેંમંત પુજારી પણ રાજન સાથે જોડાયેલો હતો.

Related posts

Gangster Vikas Dubey arrested in Ujjain

editor

सप्ताह में दो दिन बैंकों में छुट्टी रहेगीः बदलेगा समय

aapnugujarat

धनुष सेना में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1