Aapnu Gujarat
મનોરંજન

પહેલીવાર વીલન બનીશ એ વિચારે ઉત્તેજિત છું : નીમરત

અભિનેત્રી નીમરત કૌરે કહ્યું હતું કે દુનિયાભરના લોકોને ઘેલું લગાડનારી અમેરિકી સ્પાય થ્રીલર સિરિયલ હોમલેન્ડમાં મને વીલન તરીકે કામ કરવાની તક મળી રહી છે તેથી હું ખૂબ ઉત્તેજિત છું.
હોમલેન્ડ સિરિયલે સાત સીઝન પૂરી કરી છે. અગાઉ નીમરત કૌર ચોથી સીઝનમાં રજૂ થઇ હતી. હવે એ ફાઇનલ સીઝનમાં ફરી રજૂ થવાની છે.ચોથી સીઝનમાં નીમરત કૌરે પાકિસ્તાનની આઇએસઆઇની મહિલા જાસૂસનો રોલ કર્યો હતો. એને સારો આવકાર મળ્યો હતો. આઠમી અને છેલ્લી સીઝનમાં એને વીલનના રોલની ઑફર થઇ હતી જે એણે સહર્ષ સ્વીકારી લીધી હતી. નીમરતે કહ્યું હતું કે ચોથી સીઝનમાં કામ કરતી વખતે પણ મને ખૂબ આનંદ આવ્યો હતો. હવે ફાઇનલ સીઝનમાં વીલન તરીકે ચમકવા મળે છે એ મારા માટે આનંદની વાત છે. આવી સરસ અને ખૂબ વખણાયેલી સિરિયલમાં આવો મજબૂત રોલ મળે એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. હું આ રોલને યાદગાર બનાવવા ભરપુર પ્રયાસો કરીશ.

Related posts

आदमियों से बेहतर और ताकतवर होती हैं महिलाएं : अक्षय कुमार

aapnugujarat

शत्रुघ्न सिन्हा ने की सुशांत मामले में सीबीआई जांच की मांग

editor

રાજકુમારની સાથે જાન્હવી કપુર નજરે પડશે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1